2954 હાઉસ બ્લોકસ આઇડેન્ટીફાઇ કરાયા
રાજકોટ જિલ્લામાં હાલ વસ્તી ગણતરીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ અંગે માહિતી આપતા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના ભાગરૂૂપે અત્યારે જિલ્લામાં હાઉસ લેવલના બ્લોક્સનું ન્યુમરેશન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં કુલ 2,954 હાઉસ લેવલ બ્લોક્સને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે જિલ્લામાં કુલ 2,725 ઇન્યુમરેટર્સ અને આશરે 400 થી 450 જેટલા સુપરવાઇઝર્સ ફિલ્ડમાં કાર્યરત છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં આશરે 33,000 ઘરોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક મુજબ, આ મહિનાના અંત સુધીમાં આ વસ્તી ગણતરીની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
