પૂણેમાં વકીલે નોંધાવી ફરિયાદ, રાષ્ટ્રીય ગરીમાનું અપમાન ગણાવ્યું
અમદાવાદના એક સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ વિજય ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવા બદલ ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે એક વકીલે પુણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ ગઇકાલે પુષ્ટિ કરી હતી કે. ફરિયાદ અરજી એડવોકેટ વાજિદ ખાન દ્વારા સબમિટ કરવામાં આવી હતી, પરંતુ તેમણે વિગતવાર માહિતી આપી ન હતી.
ખાને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે રવિવારે ન્યુઝીલેન્ડ સામે ભારતની જીતની ઉજવણી કરતી વખતે પંડ્યાએ પોતાના શરીર પર ત્રિરંગો લપેટ્યો હતો અને જમીન પર અશ્ર્લીલ વર્તન કર્યું હતું.
“આ કૃત્ય સંબંધિત કાયદા હેઠળ ગુનો છે, અને આની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. રાષ્ટ્રધ્વજની ગરિમાનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે,” પંડ્યાએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, “બાર્બાડોસમાં વિજય પછી (2024 માં દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં), મેં મારી જાતને વચન આપ્યું હતું કે, હું જે પણ ટુર્નામેન્ટ રમીશ, હું જીતવા અને ટ્રોફી ઉપાડવા માટે રમીશ. અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામેની આ જીત એ વાતનો પુરાવો છે કે, મારી જાતને આપેલું વચન સાચું પડ્યું છે. અને આ ફક્ત શરૂૂઆત છે.”32 વર્ષીય પંડ્યા ICC ની 2026 ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સમાવિષ્ટ ચાર ભારતીય ખેલાડીઓમાંનો એક છે.
