દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસીક વિજય થતા સૌરાષ્ટ્રના ગામે ગામે ભાજપ પરિવાર દ્વારા ફુટાકડા ફોડી આ ભવ્ય જીતની ઉજવણી ઢોલ- નગારાના સાથે ભાજપ કાર્યકરોએ આનંદ વ્યકત કર્યો હતો. એક બીજાનાં મો મીઠા કરાવ્યા હતા.
બગસરા
બગસરા તાલુકા તેમજ બગસરા શહેર ભાજપ પરિવાર દ્વારા બગસરા તાલુકા ભાજપ કાર્યાલય પાસે બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ તેમજ અમરેલી જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા તેમજ અમરેલી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રંજનબેન ગોહિલ તેમજ બગસરા નગરપાલિકા પ્રતિનિધિ પ્રમુખ એ.વી.રીબડીયા તેમજ અમરેલી જિલ્લા પંચાયત પ્રતિનિધિ સદ્દસ્ય ધીરૂૂભાઈ માયાણી તેમજ બગસરા ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ધીરૂૂભાઈ કોટડીયા તેમજ બગસરા તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ પરમારની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આ ભવ્ય જીત ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બગસરા તાલુકા તેમજ બગસરા શહેર તેમજ તાલુકા ભાજપ પરીવારના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, તાલુકા અને શહેરના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ
જૂનાગઢ ખાતે આજે દિલ્હીમાં ભાજપની જીત થતાં આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, સંગઠન પ્રભારી મુકેશ દાસાણી અને ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પુનિત શર્માએ આગામી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકાની 60, બેઠકોમાંથી 56, બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતાઓની હારનો ઉલ્લેખ કરતા જૂનાગઢની જનતાને આપથી સાવધ રહેવા અપીલ કરી હતી. તેમના મતે આમ આદમી પાર્ટી માત્ર લોભામણા વચનો આપે છે જે વાસ્તવિકતામાં પૂરા થતા નથી તેવા આક્ષેપો કર્યા હતા.
ધોરાજી
ધોરાજી તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી માં ભાજપ ની ઐતિહાસિક જીત બદલ અતાસબજી કરી જીતની ઉજવણી કરવામાં આવી. સાથે ધોરાજી નગરપાલિકા ની ચુંટણી માં વોર્ડ નં -9 માં ભાજપ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ તકે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, માનસિંહભાઈ પરમાર , અલ્પેશભાઈ ઢોલરિયા , બાવભાઈ ટોળિયા , હિતેશભાઈ વાઘમશી કૌશિક વાગડીયા, વિનુભાઇ માંથુકિયા, વી. ડી.પટેલ , ભરતભાઈ મેર,વિમલભાઈ કોયાણી અને ભાજપ સંગઠનના ક્રીમ કાર્યકરોએ હાજરી આપી આપી હતી.
વેરાવળ
વેરાવળના ટાવર ચોક ખાતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રભાઇ પીઠિયા, મહામંત્રી દિલીપભાઇ બારડ, શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ મેશવાણીયા, તાલુકા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ડોડીયા સહિત મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.
જામખંભાળીયા
ખંભાળિયાના જોધપુર ગેઈટ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો એકત્ર થયા હતા. ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા દિલ્હીમાં ભાજપના આ ભવ્ય વિજયને આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે અહીંના શહેર ભાજપ પ્રમુખ મિલન કિરતસાતા, તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્ના, મોહિત મોટાણી, એભાભાઈ કરમુર, ઈન્દ્રજીતસિંહ પરમાર, પ્રતાપભાઈ દતાણી, હસમુખભાઈ ધોળકિયા, પિયુષ કણજારીયા, કિશોરભાઈ નકુમ, બલુભાઈ ગઢવી, સહિતના કાર્યકરોએ વિજયનાદ સાથે ફટાકડાની આતશબાજી કરી, સૌના મોં મીઠા કરાવ્યા હતા.
