મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા.18.88 કરોડના ખર્ચને અપાઇ લીલીઝંડી: સમર્પણ સર્કલથી બેડી બંદર સુધી રોડ 45 મીટર પહોળો કરવાની દરખાસ્ત મંજૂર
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 18.88 કરોડના કામ અને રૂૂ. 12.22 લાખની આવકની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂૂમ.200 લાખ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 11) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂૂમ.250 લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 12) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂમ.250 લાખ લોકભાગીદારી સ્કીમ અંતર્ગત વોર્ડ નં. 11, ગોકુલ હોન્ડા શો-રૂૂમથી તીર્થ રેસીડન્સી તથા રાજમોતી બંગ્લોઝ તરફ જતા ટી.પી. સ્કીમ નં. 6 માં સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂૂમ.111.50 લાખ , આરોગ્ય વિભાગની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 11, હાપા ટી.પી. સ્કીમ નં.2 પ્લોટ નં.71 ઉપર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બિલ્ડીંગ બનાવવાના કામ અંગે રૂૂમ.107.84 લાખ, આરોગ્ય વિભાગ ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 12, ઘાંચીવાડ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બિલ્ડીંગ બનાવવાના કામ અંગે રૂૂમ.161.49 લાખ , ચોમાસાની સીઝન દરમ્યાન હાઈડ્રોલીક એસકેવેટર તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે રૂૂમ. 5 લાખ, સંગમ બાગ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના વધારાના કામ અંગે રૂૂમ. 4.77 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. અન્ય દરખાસ્તમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકની ક્ધટ્રીબ્યુશન લેન્ડ રે.સ.નં.325 અને 327 (પટેલવાડી-રાજપાર્ક મેઈન રોડના છેડે) પ્લાન્ટેશન અને મેઈન્ટેનન્સ અર્થે વનવિભાગને સોંપવા અંગે સ્ટે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
સમર્પણ સર્કલ થી બેડી બંદર રોડ સુધીના 45 મીટર પહોળા ડી.પી. રોડ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્તનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક મા આવેલ ફુડઝોન શોપ નં. – (3) પાંચ વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાના કામ અંગે ની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જેના થી રૂૂા. 4,61,000 પ્રતિ વર્ષ આવક થશે. સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલ ફુડઝોન શોપ નં. (4), 5 (પાંચ) વર્ષના ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાનાની રજુ થયેલ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જેનાથી પ્રતિવર્ષ રૂૂમ. 7,61,365ની આવક થશે. વો.વ. શાખાના સીટી વિસ્તાર તથા હેડ વર્કસ ઉપર સ્પેશીયલ પ્રકારના કામ માટે એમ.એસ. સપ્લાય કરીને ફીટીંગ કરવાના કામ અંગે રૂૂમ. 15.38 લાખ, ભુગર્ભ ગટર શાખા હસ્તકના 70 એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 5(પાંચ) વર્ષ માટે સંચાલન અને જાળવણી (ઓપરેશન અને મેઈન્ટેનન્સ) કરવાના ચાલુ કામની સમય મર્યાદા વધુ બે વર્ષ માટે વધારવા અંગે રૂૂમ. 564.71 લાખ , ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. (01 થી 08) લોકભાગીદારીની ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર/પાઈપ લાઈન નાખવાના કામ અંગે રૂૂમ. 108.93 લાખ , ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. (09 થી 16) લોકભાગીદારીની ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર/પાઈપ લાઈન નાખવાના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂમ. 108.93 લાખ, ગુજરાત રાજય સેવા (પેન્શન) નિયમો-2002 અન્વયે પેન્શન મેળવતા પેન્શનરનું મૃત્યુ થયે પેન્શનની બરાબર ઉચ્ચક રકમ ચુકવવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક શાળા નં. 42 ના આધુનિક શાળા નવ નિર્માણ કરવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયુ હતુ.
