ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂૂદ્ધ CBIએ મોટો નિર્ણય લીધો છે. હવે CBIએ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આ જકઙ દિલ્હી હાઈકોર્ટના આરોપી કુલદીપ સિંહ સેંગરની સજાને સ્થગિત કરવાના અને તેને જામીન આપવાના આદેશને પડકારે છે.
CBIનું કહેવું છે કે, આ મામલો ખુબ જ ગંભીર છે અને તેમાં પીડિતાને ન્યાય અપાવવો સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરોપીની અપીલ અને જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટમાં CBI અને પીડિતાના પરિવારોએ આકરો વિરોધ કર્યો હતો.
ઉન્નાવ ગેંગરેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન મળતા પીડિતાનો પરિવાર નારાજ થયો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યો હતો કે, ‘જ્યારે પીડિતા ભયના ઓથાર હેઠળ જીવી રહી હોય ત્યારે દુષ્કર્મીઓને જામીન આપવા એ કેવો ન્યાય છે?’ અગાઉ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહેલી પીડિતાની માતાને સુરક્ષાદળો દ્વારા હટાવવાની ઘટનાની પણ તેમણે આકરી ટીકા કરી હતી.
