અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે અને હવે તે હદ વટાવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા અણમોલ ટાવર ખાતે કૂતરાઓના સતત વધતા જતા ત્રાસને પગલે રહીશોને કડક પગલાં લેવાની ફરજ પડી છે.
અણમોલ ટાવર ના રહીશો કૂતરાઓના ત્રાસથી એટલા પરેશાન થઈ ગયા છે કે તેમણે સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ એક ચેતવણી આપતી નોટિસ લગાવી છે. આ નોટિસ મારફતે સોસાયટીમાં આવતા તમામ મહેમાનો અને મુલાકાતીઓને પરિસરમાં રહેલા રખડતા કૂતરાઓના આતંક અંગે અગાઉથી જ સાવચેત રહેવા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, રખડતા કૂતરાઓના હુમલાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતની સુપ્રીમ કોર્ટે અગાઉ એક મહત્વપૂર્ણ આદેશમાં જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ખવડાવવા (ફીડિંગ) પર પ્રતિબંધ ફરમાવેલ છે. કાયદાકીય પ્રતિબંધો હોવા છતાં, રહેણાંક વિસ્તારોમાં શ્વાનનો આ ઉપદ્રવ સતત ગંભીર અને ચિંતાજનક સમસ્યા બની રહ્યો છે.
