સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન

રાજધાની દિલ્હીમાં રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ રાજધાની દિલ્હીમાં શ્રી લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા ’માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી…

રાજધાની દિલ્હીમાં રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ

રાજધાની દિલ્હીમાં શ્રી લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા ’માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન રહેવા ભાર મૂક્યો.

વિશ્વ શાંતિ કેન્દ્રના વડા આચાર્ય શ્રી લોકેશ મુનિજી સનાતનીના નેતૃત્વ સાથે રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં વૈશ્વિક સનાતન સંદેશ હેતુ શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે સનાતન સંકલ્પ નાદ થઈ રહ્યો છે.

રામકથા ’માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ સંકુચિત પંથ, વાડા અને સંપ્રદાય દ્વારા શાસ્ત્ર કથામાં થતી છેડછાડ અંગે રોષ વ્યક્ત કર્યો, જે સનાતન માટે હાનિકારક છે. તેઓએ સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન રહેવા ભાર મૂક્યો અને આ રામકથા સંજોગો સાથે રાષ્ટ્રની રાજધાનીમાં યોજાયાં અંગે હેતુ પણ જણાવ્યો.

સનાતન નાદ સાથેની આ કથામાં ગ્રંથ દ્વારા સમાજમાં ગ્રંથીઓ કરાવનાર પ્રત્યે હળવો રોષ જણાવી સનાતન ગ્રંથ એટલે વેદ ગણાવી, કેટલાંક કહેવાતા ધાર્મિકો દ્વારા શાસ્ત્ર કથામાં પાઠ ભેદ કરાઈ રહ્યાનો વસવસો વ્યક્ત કર્યો. તેઓએ સનાતન ઈશ્વરીય ગ્રંથ વેદ આધારિત પાંચ સેવા માટે યુવાનોને અનુરોધ કર્યો, જેમાં દેહ સેવા, દેવ સેવા, દેશ સેવા, દિલ સેવા અને ગુરુ આદેશ સેવા માટે સંકલ્પ લેવા જણાવાયું. જે ગ્રંથમાં આદિ જ્ઞાન હોય, ઈષ્ટ તર્ક બુધ્ધિ વડે સ્વીકાર, ભેદ ન હોય, ઈતિહાસ નહી પણ તત્ત્વ હોય અને ભક્તિ કર્મ જે જ્ઞાન મૂક્ત એટલે વૈરાગ્ય તરફ હોય તે ગ્રંથ સનાતન હોય તેમ સમજાવ્યું અને ઈષ્ટ સ્મરણ માટે યુવાનોને ખાસ ભાર મૂક્યો.
શ્રી મોરારિબાપુએ કથા પ્રારંભ કરતી વેળાએ જમ્મુ શ્રીનગર વિસ્તારમાં અકસ્માતમાં 10 સૈનિકોએ પ્રાણ ગુમાવતાં તેઓને શ્રધ્ધાંજલિ પાઠવી સંવેદના સહાય અંગે જાણ કરી.

વસંત પંચમી પર્વે સૌને શુભકામના પાઠવતાં કહ્યું કે, ધનવાન માટે દિવાળી ઉપર પૂજાનું મહત્વ અને જ્ઞાનવાન માટે વસંત પંચમીની પૂજાનું મહાત્મ્ય હોવાનું જણાવ્યું. શ્રી મોરારિબાપુએ રામકથામાં શિવ પાર્વતી સંવાદ અંતર્ગત ચરિત્ર ગાન કરતાં કહ્યું કે, શ્રધ્ધા વિશ્વાસ મેળ થાય તો રામ અવતાર થાય. રામ અવતાર હેતુ સાથે રાવણ ચરિત્ર ટૂંક વર્ણન સાથે રામ જન્મ પ્રસંગ નિરૂૂપણ કરાયું અને અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર નિર્માણનો રાજીપો પણ જણાવ્યો.

આચાર્ય શ્રી લોકેશ મુનિજી સનાતનીએ વસંત પંચમી ઉલ્લેખ સાથે પ્રાચીન અને આધુનિક વિજ્ઞાનની વાત કરી વ્યાસપીઠ દ્વારા સમાજ જાગૃતિનો ઉલ્લેખ કર્યો અને અંતર દૃષ્ટિના સાક્ષાત્કાર વડે હજારો વર્ષ પહેલા ભારતીય પંચાંગોના થયેલાં નિર્માણ સર્જનની વાત કરી. જૈન પરંપરા અને સનાતન સંદર્ભે પણ ઉલ્લેખ કર્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *