250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા, ડિજિટલ ડેટા કબજે, આજે સર્ચ ઓપરેશન પુરું કરાશે
રાજકો આવક વેરા વિભાગ દ્વારા મોરબી અને રાજકોટમા પાડવામા આવેલા દરોડાનાં ત્રીજા દીવસે સર્ચ ઓપરેશન આજે સાંજ સુધીમા આટોપી લેવામા આવનાર છે ત્યારે અત્યાર સુધીની તપાસમા આવક વેરા વિભાગને મેટ્રો અને લેવીસ ગ્રુપ માથી 11 કરોડની રોકડ તેમજ પ કરોડનાં દાગીના હાથ લાગ્યા છે . તેમજ 250 કરોડનાં બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે.
સર્ચ ઓપરેશન આજે પુરુ થયા બાદ હવે ડેટાનુ વિશ્ર્લેષણ શરુ કરવામા આવશે તપાસ પુર્ણ થયે પ00 કરોડ સુધીની કર ચોરી બહાર આવે તેવી શકયતા છે. તપાસ દરમ્યાન રપ બેંક લોકરો પણ સીલ કરવામા આવ્યા છે. મોરબીનાં લેવીસ અને મેટ્રો ગ્રુપ ઉપર ઇન્કમ ટેકસ વિભાગે દરોડા પાડયા હોય જેમા રાજકોટનાં કપાસનાં બે વેપારી અને આ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરો પણ આવકવેરા વિભાગનાં ઝપટે ચડયા હતા 3 દિવસ સુધીની તપાસમા ઇન્કમ ટેકસ વિભાગને 11 કરોડની રોકડ અને પ કરોડનાં દાગીનાં મળી આવ્યા છે.
હાલની સ્થિીતી પ્રમાણે આજે સાંજ સુધીમા આ ઓપરેશન આટોપી લેવાશે તેમજ આવક વેરા વિભાગે કબજે કરેલા ડીઝીટલ ડેટાનુ એનાલીસીસ કરવામા આવશે . 45 સ્થળોએથી કબજે કરવામા આવેલા ડીજીટલ ડેટાનાં વિશ્ર્લેષણ બાદ સંભવત બેનામી વ્યવહારો અંગેની તપાસમા પ00 કરોડથી વધુનાં વ્યવહારો બહાર આવે તેવી શકયતા છે. રાજકોટ આવક વેરા વિભાગને દરોડામા મોટી સફળતા મળી છે. આ દરોડામા રાજકીય હસ્તક્ષેપ થયાની ચર્ચા થઇ રહી હતી જો કે કોઇપણ જાતનાં દબાણ વગર ઇન્કમ ટેકસ વિભાગેે આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. અને કરોડોનાં બેનામી વ્યવહારો બહાર લાવ્યા હતા. મોરબીની બે આંગડીયા પેઢીમા તપાસ પુર્ણ કરવામા આવી છે. અને 7પ લાખ જેવી રોકડ ત્યાથી કબજે કરવામા આવી છે. અને આ મામલે આંગડીયાનાં સંચાલકે હિસાબ રજુ કરતા તપાસ પુરી કરવામા આવી હતી.
ભાડે રખાયેલા ફલેટમાંથી પોટલા ભરીને કરચોરીના દસ્તાવેજો કબજે
મેટ્રો અને લેવીસ ગ્રુપને ત્યા ઇન્કમ ટેકસનાં દરોડામા રાજકોટનાં લાડાણી ગ્રુપની જેમ મોડેસ ઓપરેન્ડીથી કર ચોરી છુપાવવા માટે મોરબીનાં રવાપર રોડ પર એક ફલેટ ભાડે રાખવામા આવ્યો હતો . સિરામીક ગ્રુપનાં માલીકે પોતાનાં કર્મચારીનાં નામે ફલેટ ભાડે રાખ્યો હતો. તે ફલેટમા તપાસ કરતા પોટલા ભરીને કરચોરીનાં દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોની તપાસમા મોટી કરચોરી બહાર આવે તેવી શકયતા છે.
