તળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરી

ભાવનગરમાં પણ બંધ મકાનમાંથી બે લાખનો હાથફેરો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં રહેતા શ્રમિક દેવીપૂજક વિધવા મહિલાના ઘર ને ચોરો એ રાત્રે નિશાન બનાવ્યું…

ભાવનગરમાં પણ બંધ મકાનમાંથી બે લાખનો હાથફેરો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં રહેતા શ્રમિક દેવીપૂજક વિધવા મહિલાના ઘર ને ચોરો એ રાત્રે નિશાન બનાવ્યું હતું.તસ્કરો ને ખબર હતીકે આ મહિલા વિધવા અને દેખાવે ગરીબ હોવા છતાંય તેમની પાએ રોકડ પાંચ લાખ, ચાંદી અને સોનાના ઘરેણા છે. જેના કારણે તસ્કરોએ મકાનની દીવાલ તોડી, ખાતર પાડ્યું હતું.

પ્રાપ્ત થતી માહિતી મુજબ તળાજા તાલુકાના ગોપનાથ નજીક આવેલ ગઢુલા ગામે રહેતા વિધવા મહિલા ભાણીબેન અજાભાઈ ના મકાન ની દીવાલ ના પાછળ ના ભાગે થી બાકોરું પાડી ગઈકાલ રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું.વૃદ્ધા એ દાવો કર્યો છેકે તેમના ઘરમાં રોકડ પાંચ લાખ રૂૂપિયા, દોઢેલ કિલો ચાંદી ના ઘરેણાં અને ત્રીસેક ગ્રામ જેટલા સોનાના ઘરેણાંની ચોરી થવા પામી છે.

તસ્કરો એ ઘરમાંથી વસ્તુઓ ચોરી ઘર થી દુર જઇ ને ન જોઈતી વસ્તુઓ ફેંકી દીધી હતી. ગામના સરપંચ ની પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેઓએ દાઠા પોલીસ મથકે રાત્રી દરમિયાન ખાખી નો નિયમિત બંદોબસ્ત ગોઠવાય તે માટે રજુઆત કરી હતી.ગ્રામજનોની જાન માલ ની સુરક્ષા મામલે પોલીસે લાંબો સમય વીતવા છતાંય માંગણી સંતોષી ન હતી.

ઉલ્લેખનીય છેકે અહીં રહેતા વિધવા અને દેખાવે ગરીબ શ્રમિક લાગતા વૃદ્ધા પાસે માતબર રોકડ રકમ,ચાંદી સોનાના દાગીના હોય તે બાબત કોઈ જાણીતા વ્યક્તિઓનેજ ખબર હોવાનું માનવામાં આવે છે. વૃદ્ધાના ઘરમાં તસ્કરો એ હાથફેરો કરી માતબર રોકમની ચોરી કરી છે.જે ચોરી થઈ છે તે વૃદ્ધા ની મરણ મૂડી હતી.વૃદ્ધા એ રડતા રડતા પોલીસ ને વિનંતી કરી હતીકે મારી ચોરાયેલ રોકડ અને ઘરેણાં પરત લાવી આપે.

ભાવનગરમાં બંધ મકાનમાંથી બે લાખ રોકડની ચોરી
ભાવનગરના વડવા તલાવડી હાજીનાજી સોસાયટીમાં રહેતા મુસ્તફાભાઈ બાબુભાઈ મેઘાણી આંબાચોકમાં આવેલ મસ્જીદમાં નમાઝ પઢવા માટે ગયેલ હતા.અને જ્યાંથી પરત ઘરે ફર્યા તે દરમિયાન ઘરમાં જઈને જોયું તો કોઇ તસ્કરે ઘરમાં ઘુસી, કબાટમાં રાખેલા પાંચસો રૂૂપિયાના દરની બે લાખ રૂૂપિયાની રોકડ રકમ જોવા ન મળતા, કોઇ તસ્કરે ઘરમાં ઘુસી, બે લાખ રૂૂપિયાની રોકડની તસ્કરી કરી ફરાર થઈ ગયાનું જણાતા મુસ્તફાભાઈ મેઘાણીએ અજાણ્યા તસ્કર ગંગાજરીયા તળાવ પોલીસ સ્ટેશનમાં વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *