સીજેઆઈ પર જુતું ફેંકનાર વકીલ સામે કેસ ચાલશે

સીજેઆઇ બીઆર ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોર હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમની સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ભારતના એટર્ની…

સીજેઆઇ બીઆર ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોર હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમની સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ભારતના એટર્ની જનરલે કિશોર સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવા સંમતિ આપી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચને માહિતી આપી હતી કે ભારતના એટર્ની જનરલે મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર એડવોકેટ રાકેશ કિશોર સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવા સંમતિ આપી છે.

SCBA પ્રમુખ વિકાસ સિંહને લખેલા પત્રમાં, એટર્ની જનરલે જણાવ્યું હતું કે કિશોરના કાર્યો અને નિવેદનો માત્ર નિંદનીય નથી પરંતુ સુપ્રીમ કોર્ટના મહિમા અને સત્તાને પણ નીચું કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આવા વર્તન નસ્ત્રન્યાય વિતરણ પ્રણાલીના પાયા પર પ્રહાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *