મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરી

મોરબીના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-10 ફોર વ્હિલર ગાડી (નંબર GJ-36-B-4003) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ…

મોરબીના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-10 ફોર વ્હિલર ગાડી (નંબર GJ-36-B-4003) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ ગેરેજ એન્ડ સર્વિસ પર રાખી હતી. દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ ગેરેજમાંથી આ રૂૂ. 2 લાખની કિંમતની કાર ચોરી કરી ગયો હતો.

જ્યારે વાહન ચોરીની બીજી ઘટનામાં, મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાં સીએનજી પંપની સામે રહેતા અને ખેતીકામ કરતા 27 વર્ષીય કેવલભાઈ રૂૂગનાથભાઈ ડાભીએ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર GJ-36-AB-0294) ઘર પાસે પાર્ક કર્યું હતું. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર આ રૂૂ. 35,000ની કિંમતનું બાઈક ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે પણ બાઈક માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વાહનોના એન્જીન અને ચેચીસ નંબરના આધારે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ટેન્કરે બોલેરોને અડફેટે લીધી
ભુજમાં રહેતા મહેશ ભગુ ગાગલે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના ભાઈ વીરમ ભગુભાઈ ગાગલ પોતાની બોલેરો પીકઅપ ગાડી (નંબર GJ-12BZ-9512) લઈને જઈ રહ્યા હતા, ત્યારે માળિયા ચેકપોસ્ટ પાસે તેમની ગાડી બંધ પડી ગઈ હતી. આથી તેમણે રોડની સાઈડમાં ગાડી પાર્ક કરી, પાછળ પથ્થરની આડસ મૂકીને ત્યાં ઉભા હતા. પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવેલા એક ટ્રક ટ્રેઈલર (નંબર GJ-12BY-9322) ના ચાલકે બોલેરોને હડફેટે લીધી હતી, જેમાં વીરમભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલક વિરૂૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *