મહાપાલિકાએ સરકારની નવી પાર્કિંગ પોલિસી અંતર્ગત શહેરમાં નવી પે-એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી
મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાના ઉપાયના ભાગરૂપે મહાનગરપાલિકાના મુખ્યમાર્ગો ઉપર આવેલા ખાલી પ્લોટ તેમજ ઓવરબ્રીજની નીચે વાહન પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સરકારની નવી પાર્કિંગ પોલીસી મુજબ વધુ 35 સ્થળે પે એન્ડ પાર્ક માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેનું ભાડુ 1 કાર પાર્કિંગ કરવા માટે 24 કલાકનું 80 રૂપિયા રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે અલગ અલગ વાહનો માટે પણ પાર્કિંગના ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરની અલગ અલગ 35 સાઈટો પર પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. અગાઉ રાજ્ય સરકારની નવી પાર્કિંગ પોલીસી મુજબ 33 સ્થળોએ પે એન્ડ પાર્કિંગ માટેની ેટન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ તેમાં પણ નવા ભાવ જાહેર કરવામાં આવે અને હવે વધુ 35 સાઈટો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં રામદેવપીર ચોક બ્રીજની નીચે, જામનગર રોડ સાઈડ તેમજ ગોંડલ રોડ સાઈડ અને નાણાવટી ચોકમાં પાર્કિંગ વ્યવસ્થા તેમજ કેકેવી ચોકમાં બીગબઝાર સાઈડ બ્રીજ નીચે એક તેમજ નાના મૌવા ચોક બીગબજાર વેસ્ટ સાઈડ એક અને બાલાજી હોલ વેસ્ટ સાઈડ એક સહિત ત્રણ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા તથા રૈયા સર્કલ બ્રિજની નીચે ઈન્દિરા સર્કલ સાઈડ અને નાણાવટી ચોક સાઈડ બે સ્થળે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
સત્યસાંઈ મેઈન રોડ ઉપર આત્મીય કોલેજ ગેઈટ પાસે મલ્ટીલેવલ બ્રીજના નીચે તેમજ ક્રિષ્ના મેડીકલ સાઈડ અને ડોમીનોઠ પીઝા સાઈડ સહિત અંડરબ્રીજ નીચે ચાર સ્થળે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાશે જ્યારે જડુસ બ્રીજ નીચે મોટામૌવા સાઈડ પાર્કિંગ વ્યવસ્થા તેમજ નાનામૌવા ચોક ખાતે મવડી સાઈડ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાશે. મવડી ચોકડી બ્રીજ નીચે ચાર સ્થળે પાર્કિંગ વ્યવસ્થા તેમજ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફના બ્રીજ નીચે અને કેશરીહિંદ પૂલ સાઈડના બ્રીજ નીચે તેમજ ગ્રાન્ડ ઠાકર સાઈડના બ્રીજ નીચે એમ ત્રણ સ્થળે પે એન્ડ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાશે તેવી જ રીતે મવડી બ્રીજ લિજ્જત પાપડ સાઈડ તેમજ મવડી મેઈન રોડ સાઈડ તેમ બન્ને સ્થળે પાર્કિર્ંગ વ્યવસ્થા તેમજ મોચી બજારમાં કોર્ટ અને પેટ્રોલ પંપની વચ્ચે તેમજ જ્યુબેલી વેજીટેબલ માર્કેટ તથા લાખાજીરાજ રોડ તતા ધનરજની બિલ્ડીંગથી જિલ્લાપંચાયત ચોક બાજુ અને ઓપન પ્લોટ વોર્ડ નં. 18 માં પરસાણા સોસાયટી, અટલબીહારી વાજપાઈ ઓડિટોરિયમ, નાનામૌવા સર્કલ, બીગ બજાર ઈસ્ટ સાઈડ, સહિતના 35 સ્થળોએ પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સરકાર દ્વારા મંજૂર થયેલ પાર્કિંગનું ભાવપત્રક
મહાનગરપાલિકા દ્વારા 35 સ્થળોએ પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ છે. જેમાં રાજ્ય સરાકર દ્વારા મંજુર થયેલ ભાવ વાહન ચાલકો પાસેથી લેવામાં આવશે. ટેન્ડરમાં નિયત થયેલ રકમ મુજબ દ્રિ ચક્રિય વાહન માટે 0 કલાકથી 24 કલાક સુધીના રૂા. 5થી 25 તેમજ ત્રિચક્રિય વાહન માટે 0 કલાકથી 24 કલાક સુધીના રૂા. 10થી રૂા. 30 તથા ફોરવ્હીલ માટે 0 કલાકથી 24 કલાક સુધી રૂા. 20થી લઈને રૂા. 80 અને એચસીવી વાહનો માટે 0 કલાકથી લઈને 24 કલાક સુધીના રૂા. 20થી લઈને રૂા. 100 તથા હેવી વાહનો માટે 0 કલાકથી લઈને 24 કલાક સુધીના રૂા. 40થી રૂા. 120 તેમજ માસીક ભાડુ અલગ અલગ વાહનો મુજબ રૂા. 350, રૂા. 600 અને રૂા. 1200 વસુલવામાં આવશે.
