રાજસ્થાનના ટોંકમાં સુરક્ષા એજન્સીઓએ એક મોટી સફળતા મેળવી છે. ટોંક-જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 52 પર નાકાબંધી દરમિયાન, ડીએસટી (જિલ્લા વિશેષ ટીમ) એ એક કારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા. મારુતિ સિયાઝ કારમાંથી આશરે 150 કિલો એમોનિયમ નાઈટ્રેટ, 200 ખતરનાક વિસ્ફોટક કારતૂસ અને છ બંડલ (આશરે 1,100 મીટર) સેફ્ટી ફ્યુઝ વાયર જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં બે શંકાસ્પદોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, ડીએસટીના ઇન્ચાર્જ ઓમ પ્રકાશ ચૌધરીના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે ગઇં-52 પર વિસ્ફોટકોનું પરિવહન થઈ રહ્યું છે. આ પછી, બરૌની પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. એક શંકાસ્પદ મારુતિ સિયાઝ કારને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતાં, યુરિયા ખાતરની થેલીઓમાં છુપાયેલ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુરેન્દ્ર પટવા અને સુરેન્દ્ર મોચી તરીકે થઈ છે, જેઓ બુંદી જિલ્લાના કારવાર વિસ્તારના રહેવાસી છે.
શંકા ટાળવા માટે ખાતરની થેલીઓમાં વિસ્ફોટક સામગ્રીને હોશિયારીથી છુપાવીને લઈ જવામાં આવી રહી હતી. પોલીસને શંકા છે કે મોટા ષડયંત્રના ભાગ રૂૂપે વિસ્ફોટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા. નોંધનીય છે કે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટમાં પણ આ જ કેમિકલનો ઉપયોગ થયો હતો.
