જંગવડ પાસે ફેન્સિંગ તોડી કાર ખેતરમાં ઘૂસી ગઇ

જસદણ તાલુકાના જંગવડ ગામ નજીક એક કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેના ચાલકે સ્ટિયરિંગ પર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ…

જસદણ તાલુકાના જંગવડ ગામ નજીક એક કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેના ચાલકે સ્ટિયરિંગ પર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને સીધી બાજુમાં આવેલા ખેતરમાં જઈને ખાબકી હતી. કાર ખેતરમાં ઘૂસે તે પહેલાં રસ્તાની ધારે કરવામાં આવેલી તાર ફેન્સિંગ અને સિમેન્ટના થાંભલાઓ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ફેન્સિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત સર્જાયો ત્યારે કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જેમાંથી બે વ્યક્તિને શરીરના ભાગે સામાન્ય ઇજાઓ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *