મહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલ

ભાવનગર જિલ્લાના મહુવા નજીક વિદેશી દારૂૂ ભરેલ innova કાર ને અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર દારૂૂની રેલમ છેલ થઈ હતી. અકસ્માત બાદ કાર નો ચાલક…

ભાવનગર જિલ્લાના મહુવા નજીક વિદેશી દારૂૂ ભરેલ innova કાર ને અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર દારૂૂની રેલમ છેલ થઈ હતી. અકસ્માત બાદ કાર નો ચાલક નાસી છૂટ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાવનગર-મહુવા નેશનલ હાઈવે પર તરેડી ગામના પાટિયા પાસે એક ગ્રે કલરની ઈનોવા ક્રિસ્ટા કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં પડી હોવાની બાતમી મહુવા ગ્રામ્ય પોલીસને મળી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કારના કાચ તૂટેલા હતા અને અંદર તેમજ આજુબાજુમાં દારૂૂનો જથ્થો વેરવિખેર પડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ બ્રાન્ડની વિદેશી વ્હીસ્કીની બોટલો અને બીયરના ટીન સહિત કુલ 1,061 નંગ દારૂૂનો જથ્થો (કિંમત રૂૂ.1,48,215) તથા રૂૂ.3 લાખની કાર મળીને કુલ રૂૂ.4,48,215 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના પહોંચતા પહેલા જ અજાણ્યો કાર ચાલક દારૂૂનો જથ્થો બિનવારસી મૂકી નાસી છૂટ્યો હતો. મહુવા ગ્રામ્ય પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *