છાસિયા ગામેથી ગાંજાનું ખેતર ઝડપાયું, 3.52 કરોડનો જથ્થો કબજે

રાજકોટ જિલ્લામાં નશાકારક અને ગેરકાયદેસર માદક પદાર્થોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે વિછીંયાના છાસિયા…

રાજકોટ જિલ્લામાં નશાકારક અને ગેરકાયદેસર માદક પદાર્થોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે વિછીંયાના છાસિયા ગામે વાડીમાં દરોડો પાડી રૂૂ.3.52 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું, વાડી માલિકની એસઓજીએ ધરપકડ કરી હતી, રાતોરાત કરોડપતિ બનવાની લાલચે 705 કિલો જેટલા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની વધુ પુછપરછ શરૂૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.જે. ઝાલા સહિતની ટીમ જસદણ અને વિછીંયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ અને ચંદુભાઇ પલાળીયાને ખાનગીરાહે ચોક્કસ હકીકત મળી હતી કે વિછીંયા તાલુકાના છાસીયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં રહેતા સવશીભાઇ બચુભાઇ મીઠાપરાએ પોતાની માલિકીની વાડીમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું છે.

આ બાતમીના આધારે એસઓજીની ટીમે વાડીમાં દરોડો પાડતા ખેતરની અંદર અને શેઢે સુકવવા માટે રાખવામાં આવેલો માદક પદાર્થ લીલા ગાંજાના છોડનો કુલ 705 કિલો 490 ગ્રામ મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં અંદાજે રૂૂ. 3,52,74,500ની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો અને આ મામલે આરોપી સવશીભાઇ બચુભાઇ મીઠાપરા (ઉ.વ.55) વિરુદ્ધ વિછીંયા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે. ગ્રામ્ય પંથકમાં ખેતરોની આડમાં ચાલતી આવી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના પી.આઈ એફ.એ.પારગી, સાથે પીએસઆઈ જી.જે.ઝાલા, એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ક્રિપાલસિંહ જાડેજા, ફિરોજભાઇ બ્લોચ, રૂૂપકબહાદુર બોહરા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, નૈમીષભાઇ મહેતા, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, પીયુષભાઇ અઘેરા, વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, પુથ્વીરાજસિંહ ડોડીયા, નવદિપભાઇ બાબરીયા, નરશીભાઇ બાવળીયા તેમજ એન્ટી નાર્કોટીકસ વિંગના સુરપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ગોહિલ, લકકીરાજસિંહ જાડેજાએ કામગીરી કરવામાં આવી હતી.

પ્રથમવાર ગાંજો વાવેલ હોવાની કબૂલાત કોને વેચાણ કરવાનો હતો તે દિશામાં તપાસ
રાજકોટ જીલ્લામાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વિછીંયા તાલુકાના છાસીયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં સવશીભાઇ બચુભાઇ મીઠાપરાની વાડીમાં રૂૂ.3.52 કરોડનો ગાંજાના છોડનું વાવેતર વાવેતર કરવાના એક ચોંકાવનારા પ્રકરણનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના વાવેતર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ એવો બચાવ રજૂ કર્યો છે કે શોટકટ થી રૂૂપિયા કમાવવા માટે તેણે આ પ્રથમવાર જ ગાંજાનું વાવેતર કર્યું હતું. જોકે, પોલીસ દ્વારા આરોપીના નિવેદનની સત્યતા ચકાસવામાં આવી રહી છે. આ માદક પદાર્થનો જથ્થો તૈયાર થયા બાદ કોને વેચાણ કરવાનો હતો અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોઈ શખ્સો કે પેડલરો સંડોવાયેલા છે કે કેમ, તે બાબતે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આગામી તપાસમાં નશાના આ કારોબારના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મોટી સફળતા મળવાની શક્યતા છે.

વિંછીયાના ખારચીયામાં કપાસ વચ્ચે વાવેતર કરેલ રૂા.7.22 લાખના ગાંજાના છોડ ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે વિંછીયાના છાસિયા ગામની સીમમાં પભા મગન પંચાળાની વાડીમાં દરોડો પાડી 705 કિલો વજનના ગાંજાના છોડ કબ્જે કર્યા હતા. જયારે વિંછીયા પોલીસ મથકના પીઆઈ એ.સી.ડામોરની ટીમે વિંછીયાના ખારચીયા ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે વાવેતર કરલ 7.22 લાખની કિંમતનો 14.450 કિલો ગાંજાના છોડ કબ્જે કરી ખેડૂત પભા મગન પંચાળાની ધરપકડ કરી હતી. પભા મગન પંચાળાએ પોતાના ખેતરમાં કપાસના વાવેતરની વચ્ચેથી સાત ગાંજાના છોડ ઝડપાયા હતા જેનું કુલ વજન 14.450 કિલોગ્રામ છે અને જેની કિમંત 7,22,500 આંકવામાં આવી હતી. 7.22 લખાના ગાંજાના છોડ કબ્જે કરી ખેડૂત પભા મગન પંચાળાની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, પાંચ મહિના પૂર્વે પભા મગન પંચાળાએ કપાસના વાવેતરની સાથે ચાસમાં ગાંજાનું વાવેતર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *