ટેટૂના નિશાનના આધારે ઉમેદવારોને ભરતી માટે નકારી શકાય નહીં : હાઈકોર્ટ

સુરક્ષા દળોમાં જઈ દેશની સેવા કરવી અને શરીર પર ટેટુ ચિતરાવવા આજના યુવાનનો શોખ થઈ ગયો છે. પરંતુ શરીર પરના ટેટુ આી ભરતી માટે ક્યારેક…

સુરક્ષા દળોમાં જઈ દેશની સેવા કરવી અને શરીર પર ટેટુ ચિતરાવવા આજના યુવાનનો શોખ થઈ ગયો છે. પરંતુ શરીર પરના ટેટુ આી ભરતી માટે ક્યારેક સમસ્યા સર્જી શકે છે.

ગુજરાતના એક 28 વર્ષીય યુવકે ભારતીય સેનામાં ભરતી માટેની સ્ટાફ સિલેક્શન કમિશનની પ્રાથમિક પરીક્ષા પાસ કરી હતી. આ યુવકને મેડિકલ પરીક્ષા માટે બોલાવવામાં આવ્યો ત્યારે યુવકના હાથ પર ટેટુ કઢાવ્યાંની નિશાન હતું, જેના કારણે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તેને અનફીટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જેની સામે આ યુવકે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ સમગ્ર મામલે અરજદારની અરજી પર ગુજરાત હાઇકોર્ટે આજે સુનાવણી કરતા કહ્યું કે સશસ્ત્ર સેનામાં માત્ર છૂંદણા (ટેટૂ) ના નિશાનના આધારે ભરતી માટે નકારી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટે સ્ટાફ સિલેક્શન કમિશનને નોટિસ ફટકારી છે, સાથે એક જગ્યા ખાલી રાખવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

અરજદારના વકીલ હર્ષ રાવલે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે યુવકના હાથ પર તેના નામનો અંગ્રેજી આલ્ફાબેટનું ટેટુ હતું, જે તેણે જાતે હટાવી નાખ્યું હતું. ટેટુ હટાવ્યાંના નિશાનને ટેટુ ગણી શકાય નહીં. આ ઉપરાંત અરજદારના વકીલે સેનામાં ભરતી અંગેના 3 ક્રાઈટેરિયા જણાવ્યાં હતા જેમાં સેલ્યુટિંગ આર્મ એટલે કે જમણા હાથમાં ટેટુ હોય તો ભરતી માટે અયોગ્ય કરાર આપવામાં આવે છે ડાબા હાથમાં ટેટુ હોય તો અંદરના હાથમાં હોવું જોઈએ. આ ટેટુ એવું હોવું જોઈએ જેનાથી આર્મીના ડીસીપ્લીન અને લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે ડાબા હાથ પર આ ટેટુ હાથના યુ ભાગની સાઈઝનું હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *