લોકોના નકારાત્મક અભિપ્રાયો બાદ કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ, આગામી દિવસોમાં નવા કાર્યક્રમો આપશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે કોઈ જાતનો પ્રત્યુતર ન મળતા તારીખ 25/1 ના રાજકોટ કાલાવડ રોડ ઉપર ગેમ ઝોનની પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના, વેપારીઓના, વિદ્યાર્થીઓના અવર જવર કરતા શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન અંગેના અભિપ્રાયો મેળવવામાં આવેલ હતા તેમાં લોકોના નકારાત્મક અભિપ્રાયો ના પગલે ગેમ ઝોન બ્રિજ નીચેની બદલે અન્ય સ્થળે બને તે જરૂૂરી છે અને બ્રિજ નીચે અને અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમ હોવાને પગલે નકારાત્મક રિપોર્ટ આપેલ છે.
મ્યુનિસિપલ કમિશનર સાઇટ વિઝીટ કરી લોકોના વેપારીઓના અને આજુબાજુના રહેવાસીઓના નકારાત્મક અભિપ્રાયો જાણ્યા બાદ આજ રોજ બીજા તબક્કામાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ રોડ પર ન્યુ પરિમલ સ્કૂલ સામે જ્યાં ગેમ ઝોનનું કામ હાલ ગઘઈ વગર શરૂૂ કરી દેવામાં આવ્યું છે તે જગ્યાની નજીકમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્લે કાર્ડ સાથે ધરણા નો કાર્યક્રમ યોજાયેલ હતો. આજના કાર્યક્રમ બાદ પણ શાસકોને સદબુદ્ધિ નહીં મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ આગેવાનોની બેઠકમાં નક્કી કર્યા મુજબ તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આજે પ્લે કાર્ડ માં પરાજકોટના બ્રિજની નીચે ગેમ ઝોન ન થવો જોઈએથ પરાજકોટ મહાનગરપાલિકાએ અગાઉ રાજકોટની જનતાના અભિપ્રાય લીધા વગર જે પ્રોજેક્ટ બનાવ્યા છે તે પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યા છેથ પજે સ્થળે ગેમ ઝોન બનાવવામાં આવશે તે સ્થળે એક ગાળામાં બોક્સ ક્રિકેટ, બીજા ગાળામાં સ્કેટિંગ રિંગ, સ્નૂકર, કેરમ જેવી ઇનડોર ગેમ માટે માચડો જે રીતે બને છે તે મીની ટીઆરપી ઝોન જેવું ગણાયથ પરાજકોટમાં બીજો ટીઆરપી ઝોન કોંગ્રેસ નહીં થવા દેથ પસ્કુલ કોલેજ છૂટવાના સમયે પ્રાથમિક સમસ્યા સર્જાશે અકસ્માત નો ભયથ સહિતના પ્લે કાર્ડ સાથે દેખાવો કરવામાં આવેલ હતા જેમાં પ્રદેશના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, વોર્ડ પ્રમુખો, ફ્રન્ટલ સેલના ચેરમેનો સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, દીપ્તિબેન સોલંકી, સંજયભાઈ અજુડીયા, ડી. પી. મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, અશોકસિંહ વાઘેલા, નયનાબા જાડેજા સહિતના જોડાયા હતાં.
સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે હવે એક્સપર્ટ પાસેથી સૂચનો લેવાયા
કેકેવી બ્રીજ નીચેના ગેમઝોનનો વિરોધ થયા બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ નવી પહેલ અંગે વાત કરતા એમ જણાવ્યું હતું કે, જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા કોઈ પ્રોજેક્ટ હાથ પર લ્યે છે ત્યારે સામાન્યરીતે વહીવટી તંત્ર એ પ્રોજેક્ટનું પોતાના દ્રષ્ટિકોણથી આકલન કરે છે. જો કોઇપણ પ્રોજેક્ટને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવો હોય તો તેના સ્ટેકહોલ્ડર્સના વિચારો અને તેઓના સલાહસૂચનોથી વહીવટી તંત્ર વાકેફ થાય તો પ્રોજેક્ટની સફળતા મહદ અંશે સુનિશ્ચિત કરી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.17માં બનનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અનુસંધાને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા નિષ્ણાતો, કોચ અને સ્પોર્ટ્સપર્સન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં સ્ટેકહોલ્ડર્સ સમક્ષ જે તે પ્રોજેક્ટની રૂૂપરેખા દર્શાવતું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ પાસેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ અંગે સલાહસૂચનો મેળવવામાં આવ્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકા સ્ટેકહોલ્ડર્સના વિચારો અને સૂચનો પૈકી અમલીકરણ માટે શક્ય હોય તે તમામને પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.