જામનગરમાં ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા ઝુંબેશ

લોકોએ સહયોગ આપવા મહાપાલિકાનો અનુરોધ જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફૂટપાથ ઉપર અથવા જાહેરમાં રાતવાસો કરતા ગરીબ લોકોને શેલ્ટર હોમમાં મોકલવા મહાનગરપાલિકા દ્વારા…

લોકોએ સહયોગ આપવા મહાપાલિકાનો અનુરોધ

જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફૂટપાથ ઉપર અથવા જાહેરમાં રાતવાસો કરતા ગરીબ લોકોને શેલ્ટર હોમમાં મોકલવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી ની સુચના અનુસાર તથા નાયબ કમિશ્નર ડી.એ. ઝાલા નાં માર્ગદર્શન હેઠળ ઠંડી ની સીઝન ને ધ્યાને લઈ ને જામનગર શહેર નાં જુદા જુદા સ્થળો જેવા કે , ભીડભંજન મંદિર, ટાઉનહોલ સર્કલ, તળાવ ની પાળ, બાલા હનુમાન, ડી. કે. વી. સર્કલ વગેરે વિસ્તારો માં ઠંડી ની સીઝન માં રાત્રે ફૂટપાથ ઉપર રાતવાસો કરતા ઘરવિહોણા લોકોને સમજાવીને જામનગર મહાનગરપાલિકા સંચાલિત બેડી તથા હાપા શેલ્ટર હોમ માં શિફ્ટ કરવા માટે ની સઘન નાઈટ ડ્રાઈવ ઝુંબેશ એસ્ટેટ શાખા, સિક્યુરીટી શાખા તથા યુ.સી. ડી. શાખાની સંયુક્ત ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે.

આથી જામનગર શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, આ ઠંડીની સીઝનમાં જો કોઈ ફૂટપાથ ઉપર કે મંદિર પરિસર બહાર ખુલ્લામાં રાતવાસો કરતા ઘર વિહોણા લોકો જોવા મળે તો તેમને શેલ્ટર હોમમાં મોકલી આપી માનવતા ના કાર્ય માં સહયોગ આપવો. જામનગર માં બેડી શેલ્ટર હોમ, રેલ્વે ઓવરબ્રીજની નીચે, બેડી, જામનગર (સપર્ક વ્યક્તિનું નામ મનીષ પરમાર મો.નં. 86861 61510) , અથવા હાપા શેલ્ટર હોમ, ઇસ્કોન મંદિર સામે, જામનગર – રાજકોટ હાઈ વે,હાપા, જામનગર ( સંપર્ક વ્યક્તિનું નામ : પાર્થ પીઠડિયા મો.નં. 87586 58115) માં ઘર વિહોણા લોકો ને મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *