જામનગરમાં સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર ખાતે રૂૂ.226 કરોડના ખર્ચે નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી…

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર ખાતે રૂૂ.226 કરોડના ખર્ચે નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિજના નિર્માણની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરી હતી.

શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરનાર આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી બાંધકામની તકનીકી અને વહીવટી વિગતો મેળવી હતી. આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશ કગથરા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા, અને સીટી એન્જિનિયર શ્રી ભાવેશ જાની સહિતના મહાનગરપાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રીશ્રીને બ્રિજની વ્યવસ્થા અને ગુણવત્તા અંગેની વિગતવાર માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *