બાય…બાય 2025, ક્રિકેટ જગતના 10 મહા રેકોર્ડ પર નજર

આરસીબીએ પ્રથમ આઇપીએલ ખિતાબ જીત્યો તો ભારતે રોહિત-સૂર્યાની આગેવાનીમાં મેળવી બે મોટી ટ્રોફી ક્રિકેટ ચાહકો માટે વર્ષ 2025 એક સુવર્ણ વર્ષ સાબિત થયું છે. આ…

આરસીબીએ પ્રથમ આઇપીએલ ખિતાબ જીત્યો તો ભારતે રોહિત-સૂર્યાની આગેવાનીમાં મેળવી બે મોટી ટ્રોફી

ક્રિકેટ ચાહકો માટે વર્ષ 2025 એક સુવર્ણ વર્ષ સાબિત થયું છે. આ વર્ષે મેદાન પર માત્ર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જ નથી થયો, પરંતુ રેકોર્ડ બુકમાં પણ મોટા ફેરફારો થયા છે. એક તરફ આરસીબીએ પોતાનો પ્રથમ આઈપીએલ ખિતાબ જીતીને દુષ્કાળનો અંત લાવ્યો, તો બીજી તરફ ભારતે રોહિત અને સૂર્યાની કેપ્ટનશીપમાં બે મોટી ટ્રોફીઓ જીતી. પરંતુ આ વર્ષ વ્યક્તિગત સિદ્ધિઓ માટે સૌથી વધુ યાદગાર રહેશે. ચાલો જાણીએ આ વર્ષે તૂટેલા 10 મોટા અને ઐતિહાસિક રેકોર્ડ્સ વિશે.

1. અભિષેક શર્મા: T20Iમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર અભિષેક શર્માએ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં તોફાન મચાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેણે 135 રન ફટકાર્યા હતા. આ સાથે જ તેણે શુભમન ગિલ (126 રન) નો રેકોર્ડ તોડી નાખ્યો અને ટી20 ઈન્ટરનેશનલ (T20I) માં ભારત માટે એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો.

2. ’કિંગ કોહલી’ એ સચિનને પછાડ્યો
વિરાટ કોહલીએ 29 ગજ્ઞદયળબયિ ના રોજ દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં 135 રન બનાવીને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો મહારેકોર્ડ તોડ્યો હતો. સચિનના નામે ટેસ્ટમાં 51 સદી (એક ફોર્મેટમાં સૌથી વધુ) હતી, જ્યારે કોહલીએ વનડેમાં 52 મી અને ત્યારબાદ 53 મી સદી ફટકારીને ’એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી’નો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો.

3. 14 વર્ષના વૈભવની આઇપીએલમાં સદી
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 14 વર્ષ અને 32 દિવસના વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો. ગુજરાત સામેની મેચમાં તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. તે આઈપીએલમાં સદી ફટકારનાર સૌથી યુવા અને ભારતીય તરીકે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો.

4. મિશેલ સ્ટાર્કનો તરખાટ: 15 બોલમાં 5 વિકેટ
ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલર મિશેલ સ્ટાર્કે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં અનોખો રેકોર્ડ બનાવ્યો. તેણે માત્ર 15 બોલના સ્પેલમાં જ 5 વિકેટ ઝડપી લીધી હતી, જે ટેસ્ટ ઈતિહાસનું સૌથી ઝડપી પ્રદર્શન છે.

5. લિસ્ટ-અ ક્રિકેટમાં 574 રનનો વર્લ્ડ રેકોર્ડ
વર્ષના અંતે 24 ડીસેમ્બરના રોજ વિજય હઝારે ટ્રોફીમાં બિહારની ટીમે 574 રનનો વિશાળ સ્કોર ખડકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 190 રન, સાકીબુલ ગનીએ સૌથી ઝડપી લિસ્ટ-એ સદી અને આયુષ આનંદે 116 રન બનાવ્યા હતા.

6. 148 વર્ષમાં પ્રથમવાર બની આવી ઘટના
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એક વિચિત્ર ઘટના બની. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ઓપનર (ઉસ્માન ખ્વાજા અને એડન માર્કરામ) પ્રથમ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયા હતા. ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં ફાઈનલ મેચમાં આવું પ્રથમવાર બન્યું હતું.

7. પંજાબ કિંગ્સનો લો-સ્કોરિંગ ડિફેન્સ
આઈપીએલમાં 15 આશિહ ના રોજ પંજાબ કિંગ્સે માત્ર 111 રન બનાવ્યા હતા. કોલકાતા સામે આ સ્કોર નાનો લાગતો હતો, પરંતુ પંજાબના બોલરોએ કમાલ કરીને આ સ્કોર બચાવી લીધો. આ આઈપીએલ ઈતિહાસનો ત્રીજો સૌથી ઓછો ડિફેન્ડેડ સ્કોર બન્યો.

8. પાકિસ્તાનની રેકોર્ડબ્રેક જીત
પાકિસ્તાન ભલે ભારત સામે વર્લ્ડ સ્ટેજ પર સંઘર્ષ કરતું હોય, પરંતુ 2025 તેમના માટે સફળ રહ્યું. ટીમે એક કેલેન્ડર વર્ષમાં 34માંથી 21 ટી-20 મેચ જીતીને એક વર્ષમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ બનાવ્યો.

9. જેકબ ડફી: 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ન્યુઝીલેન્ડના બોલર જેકબ ડફીએ આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં કુલ 81 વિકેટ ઝડપી હતી. તેણે દિગ્ગજ રિચાર્ડ હેડલીનો એક વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

10. એક ઓવરમાં 5 વિકેટ
ઈન્ડોનેશિયાના બોલર ગેડે પેરિયાન્ડાનાએ ટી-20 ઈન્ટરનેશનલમાં અનોખું પરાક્રમ કર્યું. તેણે કંબોડિયા સામે માત્ર એક ઓવર ફેંકી અને તેમાં 5 વિકેટ ઝડપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *