પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજા

    પંજાબના ભટિંડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસને નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. ઘટના…

 

 

પંજાબના ભટિંડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસને નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મળતી માહિતી મુજબ, મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી સીધી નહેરમાં ખાબકી હતી. દુર્ઘટનાગ્રસ્ત બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા.

ભટિંડાના જીવન સિંહ વાલા પાસે એક મોટો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી સીધી નીચે નહેરમાં પડી હતી. પ્રશાસન અને સ્થાનિક લોકો દ્વારા બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા.

https://x.com/PTI_News/status/1872610136147288116

એક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીની બસ ભટિંડા-શાર્દુલગઢ લોકલ રૂટ પર દોડી રહી હતી. તે પુલ પરથી પડી જતાં અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માત કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ નથી. ભટિંડાના SSP અવનીત કોંડલ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. એ

આશંકા છે કે વરસાદ પડી રહ્યો હતો અને કદાચ બસની સ્પીડ ખૂબ જ ઝડપી હતી જેના કારણે આ અકસ્માત થયો હતો. જો કે અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અકસ્માતનો ભોગ બનેલી બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. 24 મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *