દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

  ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભરી પરિસ્થિતિ હોવાથી દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના અધિક…

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભરી પરિસ્થિતિ હોવાથી દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ જોટાણીયાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આગામી તારીખ 15 મે સુધી જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા કે કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

કોઈપણ માહિતીના આદાન પ્રદાન કે સહાયતા માટે ખંભાળિયા પોલીસ મથકના નંબર 63572 40735, 6359627596, 6359627949, એસ.ઓ.જી. ના નંબર: 02833-233366, જિલ્લા કંટ્રોલ રૂૂમના નંબર: 7433975914, કોસ્ટલ સિક્યુરિટીના નંબર: 1093 અથવા પોલીસ હેલ્પ લાઈન નંબર 112 નો સંપર્ક કરવા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *