કાનૂની મુદ્દે દબાણકર્તાઓને પછડાટ મળતાં મહાપાલિકાનું મશીનરી અને માનવબળ સાથે મેગા પ્લાનિંગ
આજી નદીના પટના 992 અને ટીપી રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને જવાબદારી સોંપાઈ
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ આજી નદી ના પટ્ટા તેમજ આખરી નગર રચના યોજના નં. 6 અંતર્ગત 15 મીટર પહોળાઈ ધરાવતા ટી.પી. રોડની માર્ગરેખામાં આવતાં ગેરકાયદેસર બાંધકામો/દબાણો દૂર કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉથી નોટીસ અને તક આપવામાં આવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત મિલ્કતધારકોને સમયાંતરે લેખિત નોટીસો પાઠવી કાયદેસરની કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો છતાં રવિવાર સાંજ સુધીમાં જે દબાણો જાતે દૂર ન થયા હોય તેવા મકાનોનું સોમવારે ડિમોલીશન કરવા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકાની અલગ-અલગ ટિમો જંગલેશ્વર વિસ્તારમાં સ્થળ પર પહોંચી રહી છે અને રહેવાસીઓ તથા સંબંધિત મિલ્કતધારકોને જાતે જ દબાણો દૂર કરવા અંગે સીધી સૂચના અને માર્ગદર્શન આપી રહી છે. ટીમો દ્વારા માર્ગરેખા દર્શાવી સ્પષ્ટ સમજણ આપવામાં આવી રહી છે. કાયદેસર સીમા અંગે સ્થળ પર જ માહિતી આપવામાં આવી રહી છે. સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે છતાં આજ સાંજ સુધીમાં અનેક દબાણો યથાવત રહ્યાનું નજરમાં આવતાં તંત્રએ આજી નદીના પટના 992 અને ટી.પી.રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આજે સાંજે ડિમોલીશન અંગેની ફાઈનલ મીટીંગ કર્યા બાદ વહેલી સવારે કાફલો જંગલેશ્ર્વરમાં ત્રાટકશે તેમ જાણવ ા મળેલ છે.
કંટ્રોલ રૂમ કાર્યરત
ડીમોલિશન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂૂમ સ્થાપિત કરવામાં આવશે. તમામ સાત ઝોનમાંથી માહિતી પ્રાપ્ત કરાશે અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને જરૂૂરી માર્ગદર્શન અને તાત્કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટે કેન્દ્રિય નિયંત્રણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
તંત્રનું મેગા પ્લાનીંગ
260થી વધુ મશીનરી અને માનવબળ સાથે માઈક્રો પ્લાનિંગ રાજકોટ મહાનગરપાલિકાએ વિશાળ સ્તરે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. 4થી વધુ જેસીબી મશીનો, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. સુનિશ્ચિત આયોજન સાથે ઝોનવાઈઝ અને તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
