મોરબીમાં અસામાજિક તત્વો, બુટલેગરોએ સરકારી જમીન પર મરજી પડે ત્યાં દબાણો ખડકી દીધા છે લાંબા સમયથી સરકારી જમીન પર મકાનો બનાવી આરામ ફરમાવી રહ્યા હતા જોકે હવે રહી રહીને પણ તંત્ર જાગૃત બન્યું છે મોરબીના સામાકાંઠે બે બુટલેગરોએ સરકારી જમીન પર બનાવેલ મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
મોરબીના સામાકાંઠે અરુણોદય સર્કલ પાસે દારૂૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ જુસબ હબીબ જામ અને વલી મહમદ દ્વારા સરકારી જમીન પર મકાન બનાવવામાં આવ્યા હતા મામલતદાર ટીમ દ્વારા અસામાજિક તત્વોના દબાણની યાદી પોલીસને આપવામાં આવી હતી અને બંને મકાનની તપાસ કરતા સર્વે નં 20 ના સરકારી ખરાબામાં મકાન બન્યા હોવાનું ધ્યાને આવ્યું હતું જે ગેરકાયદેસર મકાનો તોડી પાડવા આજે મામલતદાર ટીમ અને પોલીસની ટીમ પહોંચી હતી 20 ચોરસ મીટરના બંને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મકાન તોડવાની કામગીરી કરવામાં આવી હતી.
મોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં અસામાજિક તત્વો, બુટલેગરોએ સરકારી જમીન પર મરજી પડે ત્યાં દબાણો ખડકી દીધા છે લાંબા સમયથી સરકારી જમીન પર મકાનો બનાવી આરામ ફરમાવી રહ્યા હતા…
