દિવાળી બાદ રાજકોટ જિલ્લામાં દબાણો પર બૂલડોઝર!

રાજ્ય સરકાર દ્વારા જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને ગૌચરની જમીનો પર થયેલાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવતાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં…

રાજ્ય સરકાર દ્વારા જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને ગૌચરની જમીનો પર થયેલાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવતાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે આ મામલે કડક વલણ અપનાવી જિલ્લાના તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓને દબાણો દૂર કરવા માટેની કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી છે. આગામી દિવાળી બાદ હાઇવે સહિત સરકારી જમીનો પરનાં દબાણો દૂર કરવા માટે ડિમોલિશન અને જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારની સૂચનાને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં જાહેર રસ્તાઓની આસપાસ, હાઇવે પર, સરકારી પડતર જમીનો તથા ગૌચરની જમીનો પર થયેલાં દબાણોની ઓળખ કરવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત સંબંધિત અધિકારીઓએ દબાણવાળી જમીનોની વિગતો એકત્રિત કરી માપણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓને આ કામગીરીમાં કોઈ બેદરકારી ન રાખવા અને સરકારી જમીનોને દબાણમુક્ત કરવાની દિશામાં અસરકારક પગલાં લેવા સૂચના આપી છે. દિવાળી બાદ દબાણોની સ્થિતિના આધારે ડિમોલિશન હાથ ધરવા તેમજ જરૂૂરી કાર્યવાહી કરીને સરકારી જમીનનો કબજો પરત મેળવવા માટે તંત્રને તૈયાર રહેવા જણાવાયું છે.

સરકારી સૂચના અનુસાર જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીનો અને ગૌચરની જમીનો પરનાં દબાણો દૂર કરવા માટે જમીનની માપણીની પ્રક્રિયા સર્વોચ્ચ અગ્રતાથી હાથ ધરવાની રહેશે. સંબંધિત અધિકારીઓએ જમીનની હદ નક્કી કરી દબાણવાળી જગ્યાઓની ઓળખ કરવાની રહેશે, જેથીઆગળની કાર્યવાહી કરવામાં સરળતા રહે. મહત્ત્વની બાબત એ છે કે જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચરની જમીન પરનાં દબાણો અંગે માપણી કરવા માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં. આ માપણીની પ્રક્રિયા સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે.

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો અને ગૌચરની જમીનો પરનાં દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાનારી કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ચિંતા ફેલાવાની શક્યતા છે. ખાસ કરીને હાઇવેની આસપાસ અને જાહેર ઉપયોગની જમીનો પર થયેલાં દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે દિવાળી બાદ સંબંધિત વિભાગો દ્વારા સર્વે, માપણી અને દબાણ દૂર કરવાની કામગીરી કઈ રીતે આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. સરકારી જમીનોને દબાણમુક્ત કરવી અને જાહેર સંપત્તિનું રક્ષણ કરવું એ આ કામગીરીનો મુખ્ય હેતુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *