58 ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલાના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

અંદાજીત 93 લાખની કિંમતી જમીન પરનું દબાણ દૂર કરાવ્યું: ખોખડદળ ગામે હોર્ન વગાડવા જેવી માથાકૂટમાં લુખ્ખા તત્ત્વોની ચીકનની દૂકાનોનું ડિમોલિશન પોલીસનું બુલડોઝર ફરી એક વખત…

અંદાજીત 93 લાખની કિંમતી જમીન પરનું દબાણ દૂર કરાવ્યું: ખોખડદળ ગામે હોર્ન વગાડવા જેવી માથાકૂટમાં લુખ્ખા તત્ત્વોની ચીકનની દૂકાનોનું ડિમોલિશન

પોલીસનું બુલડોઝર ફરી એક વખત ગુનેગારો ના ગેરકાયદે દબાણ હેઠળ ફરી વળ્યું હતું.દેશી દારૂૂ અને હદપારી ભંગના 58 ગુનાઓમાં પકડાયેલી ત્રણ મહિલાઓના ગેરકાયદે બાંધકામ ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી 310 ચો.મી. જમીન પરનું દબાણ હટાવ્યું હતું. જેની કિંમત અંદાજીત રૂૂા.93 લાખ થાય છે તેમ પોલીસે જણાવ્યું હતું.
જામનગર રોડ પરના મનહરપુર-1 ગામમાં ધાર ઉપર રહેતી લાખીબેન દેવશીભાઈ રવશી, ચંદ્રિકાબેન વિજયભાઈ જાખલીયા અને ગીતાબેન લાલજીભાઈ બાબરીયાએ સરકારી જમીનમાં બાંધકામ કરી લીધાનું અને તેમાં ગેરકાયદે વીજ કનેકશન મેળવી લીધાનું રહી-રહીને તંત્રને ધ્યાને આવ્યું હતું.

જેથી તમામ પ્રક્રિયાઓના અંતે ડિમોલીશનની કાર્યવાહી કરાઈ હતી.જેમાં ડીસીપી ઝોન.2 જગદીશ બાંગરવા,એસીપી રાધિકા ભારાઈ,ગાંધીગ્રામ-ર પોલીસના પીઆઇ એચ.એન. પટેલ, પ્રો.પીઆઇ સી.વાય.મહાલે, પીએસઆઇ ડી.બી.કારેથા, એચ. એમ. મણવર અને સ્ટાફ તેમજ મનપાના અધિકારીઓ, મામલતદાર, પીજીવીસીએલની ટીમ પણ જોડાઈ હતી.

તેમજ બીજા બનાવમાં ખોખડદળ ગામે એકાદ માસ પહેલાં રસ્તો ક્રોસ કરતાં હોર્ન વગાડવા જેવી બાબતે માથાકૂટ અને મારામારી કરનાર અસામાજિક તત્વોની ખોખડદળ ગામમાં આવેલી ચીકન સહિતની દુકાનોનું આજી ડેમ પોલીસના બંદોબસ્ત હેઠળ તંત્ર દ્વારા ડિમોલીશન કરાયું હતું.ત્રણેક દિવસ પહેલાં સરધારમાં માથાકૂટ કરનાર આરોપીઓની પણ ચીકન સહિતની દુકાનોનું ડિમોલિશન કરાયાનું આજી ડેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.આ કામગીરીમાં આજીડેમ પીઆઇ એ.બી.જાડેજા અને પોલીસની ટીમ જોડાયેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *