યાત્રાધામ દ્વારકામાં રોજિંદો આખલાનો ત્રાસ વહીવટી તંત્ર, ચૂંટાયેલ પ્રતિનિધિઓનું મૌન

લોકો દેૈનિક વીડિયો ઉતારી વાયરલ કરી તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરી રહ્યાં છે યાત્રાધામ હોવાથી દ્વારકામાં દરરોજ હજારો યાત્રિકો દ્વારકાધીશના દર્શન આવતા હોય છે.…

લોકો દેૈનિક વીડિયો ઉતારી વાયરલ કરી તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરી રહ્યાં છે

યાત્રાધામ હોવાથી દ્વારકામાં દરરોજ હજારો યાત્રિકો દ્વારકાધીશના દર્શન આવતા હોય છે. ત્યારે જગત મંદિરે જવાના રસ્તે તેમજ ભિડવારો વિસ્તાર હોય કે શહેર ની ગલીઓ હોય અનેક વિસ્તારોમાં રોજીંદા આખલાઓના યુધ્ધ થતાં હોય છે. આખલાઓ વચ્ચેના યુદ્ધના વિડીયો પણ સામે આવે છે. વહીવટી તંત્ર અને પ્રજાએ ચુટાયને પ્રજાના કામો કરવા મોકલેલ નેતાઓને પણ સ્થાનિકોની તેમજ યાત્રિકોની પડી નથી. શહેરમાં અંદાજિત 2000 જેટલા આખલાઓ રખડે છે. ગમે ત્યારે લડાઈ ઉપર ઉતરી જાય છે. અવાર નવાર અહેવાલો પ્રસિદ્ધ થયેલ હોય વહીવટી તંત્ર તેમજ નેતાઓનો કંઈ પડી જ નથી.

આ આખલાની લડાઈઓમાં નિર્દોષ લોકો હડફેટે ચડી જતા હોય છે. અગાઉ આખલાની હડફેટે સ્થાનિકો યાત્રિકો ચડી ચૂક્યા છે તેઓના હાથ પગમાં ફેક્ચર પણ આવેલા છે. તેમજ અનેક લોકો આખલાઓ ની હડફેટે ચડી મૃત્યુ પામ્યા હોવાના બનાવો બન્યા છે. તે છતાં યાત્રાધામ દ્વારકાની સરકારને વહીવટી તંત્ર તેમજ નેતાઓને પડી જ નથી.

આજે સવારે ભરચક વિસ્તાર એવા શાક માર્કેટ ચોક પાસે બે આખલાઓની લડાઇના વિડીયો લોકોએ ઉતારી વાયરલ કર્યા હતો. તેમજ થોડી જ વારમાં જોધામાં માણેક ચોક જે જગત મંદિરે જવાનો મુખ્ય માર્ગ છે ત્યાં ત્રણ આખલાઓ રોડ વચ્ચો વચ્ચ બાજતા બાજતા પાર્ક કરેલી ત્રણ બાઈકો ઉપર ચડી ગયેલ ત્યાં લોકો એ પાણી છાંટી છુટા પડ્યા હતા. આ ટાણે સ્થાનિકો તેમજ યાત્રીકોના જીવ અધ્ધર ચડી ગયેલા હતા. સદનસીબે કોઈને જાનહાની થયેલ ન હતી. બાઈકો માં નુકસાન થયેલ હતું. સરકાર યાત્રાધામ દ્વારકામાં થી આખલાઓનો ત્રાસ વહેલી તકે દૂર કરાવે તેવી લોકોની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *