શિક્ષણ વિભાગ માટે 63184 કરોડનું બજેટ, શાળા સ્વચ્છતા સહાય ડબલ કરાઈ

આર.ટી.આઈ. માટે રૂા.827 કરોડ, નમોલક્ષ્મી યોજના માટે રૂા.1250 કરોડ ફાળવાયા નવા બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂા.63184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મિશન…

આર.ટી.આઈ. માટે રૂા.827 કરોડ, નમોલક્ષ્મી યોજના માટે રૂા.1250 કરોડ ફાળવાયા

નવા બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂા.63184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹3055 કરોડનું, નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹827 કરોડ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹598 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹552 કરોડની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે ₹342 કરોડ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹250 કરોડ જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ₹223 કરોડ, એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી ક્ધસેશન યોજના માટે ₹223 કરોડ, 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા ₹135 કરોડ, ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-10 સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે ₹120 કરોડ, પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹119 કરોડ, પી.એમ. યોજનામાં સમાવિષ્ટ 926 શાળાઓ માટે કુલ ₹114 કરોડ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹112 કરોડ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹100 કરોડની જોગવાઇ કરાઈ છે.

આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹91 કરોડ, સરકારી શાળાઓની ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 9 લાખ 72 હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹47 કરોડ, પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹32 કરોડ, રક્ષા શક્તિ સ્કૂલ શરૂૂ કરવા અને આશરે 1328 વિદ્યાર્થીઓને લાભ આપવા ₹18 કરોડ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *