Budget 2025 LIVE: કેન્સર જેવી ગંભીર બીમારી માટેની 36 દવાઓ સંપૂર્ણપણે ડ્યૂટી ફ્રી, બજેટમાં કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યા છે. આમાં કેટલીક ખાસ જાહેરાતની અપેક્ષા…

 

 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યા છે. આમાં કેટલીક ખાસ જાહેરાતની અપેક્ષા છે. સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે એવું લાગે છે કે સરકાર મોંઘવારી અને ટેક્સ મોરચે લોકોને ઘણી મોટી રાહતો જાહેર કરી શકે છે. આમાં સૌથી મોટી ભેટ ટેક્સ મુક્તિના રૂપમાં મળવાની અપેક્ષા છે.

ગંભીર રોગો માટેની 36 દવાઓ ડ્યૂટી ફ્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.

 

 

11:50 AM

તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી : નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ડિજિટલ શિક્ષણ સંસાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.

11:47 AM

સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત કરી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.

11:46 AM

ઈન્કમ ટેક્સ બિલ આગામી અઠવાડિયે લાવવામાં આવશે. ટેક્સ પેયર્સની સુવિધા માટે આ બિલ લાવવામાં આવશે.

11:45 AM

બજેટમાં બિહાર પર ખાસ પ્રેમ વરસાવ્યો

કેન્દ્રની મોદી સરકારે તેના મોટા સહયોગી નીતિશ કુમારના રાજ્ય બિહાર પ્રત્યે આ બજેટમાં ખાસ હેત વરસાવ્યો છે. બજેટમાં બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

11:40 AM

બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો

1 લાખ અધૂરા મકાનોનું બાંધકામ પૂર્ણ કરાશે

સ્ટેટ માઈનિંગ ઈન્ડેક્સ બનાવાશે

પર્વતીય વિસ્તારોમાં બનશે નાના એરપોર્ટ

120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત

બિહારમાં નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલશે

20 હજાર કરોડનું પરમાણુ ઊર્જા મિશન

પટણા એરપોર્ટને વિકસિત કરાશે.

શહેરી વિકાસ માટે 1 લાખ કરોડનું ફંડ

મિથિલાંચલ માટે સિંચાઈ યોજનાની જાહેરાત

 

11:39 AM
નાણામંત્રીએ બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરી

આ બજેટમાં નાણામંત્રીએ બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું- બિહારમાં રાજ્યની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવામાં આવશે. આ પટના એરપોર્ટની ક્ષમતાના વિસ્તરણ ઉપરાંત હશે. મિથિલાંચલમાં વેસ્ટર્ન કોસ્ટ કેનાલ પ્રોજેક્ટ પણ આમાં સામેલ છે.

11:38 AM

કેન્દ્ર માખાના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે મખાના (ફોક્સ નટ) ના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું, ‘બિહારના લોકો માટે આ એક ખાસ તક છે. મખાનાના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે રાજ્યમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોને FPOમાં સંગઠિત કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા, નાણામંત્રીએ કહ્યું, ‘મખાના ખેડૂતોને સહાય અને તાલીમ સહાય પૂરી પાડવા અને તેમને તમામ સંબંધિત સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ કામ કરવામાં આવશે.’

11:38 AM

મત્સ્યપાલન ઉદ્યોગ માટે મોટી જાહેરાત

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે.

11:36 AM

ઈન્ડિયન પોસ્ટ માટે નાણામંત્રીનું મોટું એલાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઈન્ડિયન પોસ્ટને એક મોટા પબ્લિક લોજિસ્ટિક્સ ઈન્સ્ટિટ્યૂટ તરીકે વિકસિત કરાશે. આ સાથે દેશમાં IIT ઈન્સ્ટિટ્યૂટની સંખ્યામાં પણ વધારો કરાશે.

11:35 AM

ફૂટવેર યોજનાની જાહેરાત

નાણામંત્રીએ કહ્યું કે અમે એક ફૂટવેર યોજના બનાવી છે જે હેઠળ ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્રને આવરી લેવાશે. તેમાં 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસનું લક્ષ્ય રખાયું છે.

11:30 AM

MSME ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડથી વધારી 10 કરોડ કરાયું

નાણામંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે MSME ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં રૂ. 1.5 લાખ કરોડની વધારાની ક્રેડિટ પ્રદાન કરશે. નાણામંત્રીએ કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 7.07 ખેડૂતોને લોનની સુવિધા આપવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમારી નિકાસના 45% માટે MSME જવાબદાર છે. આપણે MSMEs માટે ક્રેડિટ એક્સેસ વધારવાની જરૂર છે. માઈક્રો એન્ટરપ્રાઈઝ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ રૂપિયા હશે. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ અને પહેલા વર્ષે 10 લાખ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

11:25 AM

દાળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા 6 વર્ષનું મિશન

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 માં દાળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા 6 વર્ષ માટે મિશન જાહેર કર્યું છે.

11:20 AM

બજેટમાં અત્યાર સુધીની મોટી જાહેરાતો

1. ડેરી અને માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને 5 લાખ સુધીની લોનની જાહેરાત

2. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ સુધી વધારાશે

3. કપાસ પ્રોડક્શન મિશનનું એલાન

4. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે 5 લાખ સુધીની લોન

5. માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું.

6. 5 લાખ મહિલાઓ માટે નવી યોજના લાવીશું. SC-ST વર્ગની મહિલાઓને લાભ મળશે.

7. પરંપરાગત સુતી ઉદ્યોગને પ્રોત્સાહન આપીશું.

8. બિહાર માટે મખાના બોર્ડનું એલાન

9. સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું.

10. MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.

11:16 AM

મખાનાનું વાવેતર કરતા ખેડૂતો માટે ખાસ એલાન

બિહાર માટે ખાસ જાહેરાત કરતાં મખાનાનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે બોર્ડ બનાવવામાં આવશે.

11:10 AM

પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.

11:05 AM

ગરીબ યુથ, અન્નદાતા અને નારી પર ફોકસ : નિર્મલા સીતારમણ

આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તદુપરાંત એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ પર પણ સુધારા જાહેર કરાશે.

11:00 AM

સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. સપા સાંસદોએ મહાકુંભમાં નાસભાગ મામલે હોબાળો મચાવવાનું શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *