રાજકોટ શહેર ખાતે આવેલ કાલાવડ રોડ 150 ફુટ રીંગ રોડ-ર, કટારીયા ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ તથા અંડરપાસ (બ્રિજ) બનાવવાની કામગીરી અન્વયે રોડની બંને બાજુએ સર્વિસ રોડ બનાવાયા છે, આથી કટારીયા ચોકડી ખાતેનો ટ્રાફિક બંધ કરી અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવા પ્રતિબંધિત રૂૂટ તથા વૈકલ્પિક રૂૂટ અંગેના આદેશો પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જારી કર્યા છે.
જે મુજબ રાજકોટના કણકોટ પાટીયાથી વીર-વિરૂૂ તળાવવાળા રસ્તેથી 150-ફુટ રીંગ રોડ-ર માટે વૈકલ્પિક રૂૂટ 150-ફુટ રીંગરોડ-ર જામનગર રોડ રોડથી કાલાવડ રોડથી 150-ફુટ રિંગ રોડ-ર ગોંડલ રોડ તરફ આવતા ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહનો માટે આવવા જવા માટે 150-ફુટ રિંગ રોડ-રથી રત્નવિલાસ પેલેસવાળા રસ્તે થઇ કાલાવડ રોડ કણકોટ પાટીયાથી વીર-વિરૂૂ તળાવવાળા રસ્તેથી 150-ફુટ રીંગરોડ-રથી અવર-જવર કરી શકાશે. આ આદેશ ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં.જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
