રૈયા ચોકડીએ મુખ્ય લાઈનમાં ભંગાણ, ત્રણ વોર્ડ તરસ્યા

શિતલપાર્ક પાસે જોડાણની કામગીરી દરમિયાન લીકેજ થયા બાદ લાઈન તૂટતાં યુદ્ધના ધોરણે મરામતનું કામ શરૂ કરાયું શહેરના ભુગર્ભમાં કરોડિયાના ઝાળની માફક પથરાયેલ જૂની પાણીની લાઈનમાં…

શિતલપાર્ક પાસે જોડાણની કામગીરી દરમિયાન લીકેજ થયા બાદ લાઈન તૂટતાં યુદ્ધના ધોરણે મરામતનું કામ શરૂ કરાયું

શહેરના ભુગર્ભમાં કરોડિયાના ઝાળની માફક પથરાયેલ જૂની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા જર્જરીત લાઈનો બદલાવા માટે આખા રાજકોટમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જ્યારે 250 એમએલથી વધુ ડાયામીટરની લાઈનોમાં પણ જોઈન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે દરમિયાન ગઈકાલે સાંજે શિતલપાર્કથી ટેલિફોન એક્સચેન્જ સુધીની લાઈનમાં જોડાણ કરતી વખતે લીકેજ સર્જાયા બાદ લાઈનમાં ભંગાણ થતાં આજે ના છુટકે વોર્ડ નં. 1, 9 અને 10માં પાણી કાપ ઝીંકવાની તંત્રને ફરજ પડી હતી.
રૈયા સર્કલ પાસે 250 એમએમની લાઈન લીકેજ થયા બાદ ભંગાણ થતા વોર્ડ નં. 1, 9, 10 માં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વોટરવર્કસના જણાવ્યા મુજબ પ્રથમ લાઈન લિકેજ થતા મરમતનું કામ ચાલતું હતું તે દરમિયાન લાઈન તુટી પડતા તુરંત વાલ બંધ કરી પાણીનો પ્રવાહ રોકવામાં આવ્યો હતો. જેના લીધે વોર્ડ નં. 1,9 અને 10માં ચારથી પાંચ કલાક મોડુ પાણી વિતરણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાતા સાંજ સુધીના ટાઈમ ટેબલને મોટી અસર થઈ હતી. અને આ વોર્ડના અનેક વિસ્તારોમાં પાણીકાપ ઝીંકવાની ફરજ પડી હતી.

વોટરવર્કસના જણાવ્યા મુજબ રૈયાધારથી શિતલપાર્ક અને ત્યાંથી ટેલિફોનએક્સચેન્જ સુધી જતીં જુની લાઈનના સામે નવી લાઈન નાખવામાં આવી છે. જેમાં 26 જગ્યાએ જોડાણ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ તે દરમિયાન સવારે 6:30 વાગ્યે લાઈન લીકેજ થયા બાદ રિપેરીંગનું કામ શરૂ કરવામાં આવેલ છતાં ફોર્સના કારણે લાઈન તુટી જતાં તુરંત ઉપરથી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. પ્રથમ લાઈન લિકેજ થતાંવોર્ડ નં. 1,9 અને 10માં ત્રણથી ચાર કલાક મોડુ પાણી વિતરણ થઈ શકે તેમ હતું પરંતુ લાઈનમાં ભંગાણ થતાં હવે રિપેરીંગ થયા બાદ પાણી વિતરણ કરવામાં આવશે છતાં આ ત્રણ વોર્ડના અનેક વિસ્તારોમાં આગના દિવસોનું ટાઈમટેબલ જાળવવા માટે પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

રૈયા ચોકડી પાસે 250 એમએમ ડાયામીટરની લાઈનમાં ભંગાણ થતાં ત્રણ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. ત્રણ કલાક મોડુ પાણી વિતરણ કરવાની જાહેરાત કર્યા બાદ રિપેરીંગ કામમાં સમય લાગતા સવારના સમયે જે વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે વિસ્તારો તરસ્યા રહી જતાં મહિલાઓમાં દેકારો બોલી ગયો હતો. બપોર સુધી પણ રિપેરીંગનું કામ ચાલુ રહેલ હોય સંભવત: સાંજે પાંચ વાગ્યા બાદ બાકી રહેતા ત્રણેય વોર્ડના વિસ્તારોમાં ટાઈમટેબલ મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ વોટરવકર્સ વિભાગે જણાવ્યું હતું.

અનેક વિસ્તારોમાં લીકેજની ફરિયાદો
શહેરના તમામ વોર્ડમાં ડીઆઈપાઈપલાઈન નાખવાની કામગીરી ચાલુ છે ત્યારે મુખ્યલાઈનમાં જોડાણ આપતી વખતે પાણી લીકેજ થવાની સમસ્યાઓ વધવા લાગી છે. હાલ ટેસ્ટીંગ પિરિયડ ચાલુ હોવાના કારણે વોટરવકર્સ વિભાગ દ્વારા પાણીનું પેસર સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે અને અમુક વિસ્તારોમાં હજુ પણ જૂની લાઈનમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. છતાં જોડાણ વખતે લાઈન લીકેજ થવાથી પાણીનો વેડફાટ અને આ વિસ્તારમાં ધીમાફોર્સથી પાણી મળ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *