શાપરમા રહેતા યુવાને પ્રેમીકાને ફરવા જવા બાબતે કહેતા પ્રેમીકાએ ફરવા જવાની ના પાડતા યુવકને માઠુ લાગી આવ્યુ હતુ. આવેશમા આવેલા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા રહેતા નિર્મલ જીણાભાઇ દેગામા નામનો ર3 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમા ઝેરી દવા પી લેનાર નિર્મલ દેગામાને બે વર્ષથી લતા નામની યુવતી સાથે પ્રેમ સબંધ છે. નિર્મલા દેગામાએ પ્રેમીકા લતાને ફરવા જવા બાબતે કહેતા પ્રેમીકાએ ફરવા જવાની ના પાડતા નિર્મલ દેગામાએ ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
