કાળી ટીલી લઇને ટીપીઓમાંથી નિવૃત્ત થયેલા સાગઠિયાનું ગધ્ધુ અને ફાળિયું બન્ને અટવાયા

રાજકોટ જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાખનાર ટીપીઆર અગ્નિકાંડમાં 27થી વધુ લોકો જીવતા ભુંજાયા તેની પાછળ કસુરવાન અધિકારીઓમાં મુખ્ય સુત્રધાર તરીકે છતા થયેલા મનપાના…

રાજકોટ જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાખનાર ટીપીઆર અગ્નિકાંડમાં 27થી વધુ લોકો જીવતા ભુંજાયા તેની પાછળ કસુરવાન અધિકારીઓમાં મુખ્ય સુત્રધાર તરીકે છતા થયેલા મનપાના પૂર્વ ટીપીઓને તેના કાર્યકાળની જાતી જીંદગીએ કાળી ટીલી લઇને વયમર્યાદાના કારણે તેઓ ગઇકાલે નિવૃત થયા. જો કે તેમનુ કથિત પાપ તેમનો કેડો તો મુકવાનો જ નથી. અત્યાર સુધીની કાળી કમાણી તો એ.સી.બી.એ સીઝ કરી જ દીધી છે. હવે નિવૃતિ પછીના હક્ક હિસ્સા, પેન્સન સહિતના મળવાપાત્ર લાભ પણ અટકી પડ્યા છે. આમ સાગઠિયાનુ ગધેડુ અને ફારિયુ બન્ને સલવાયુ છે.

ટીઆરપીકાંડમાં એમ.ડી.સાગઠિયા ટીપીઓ પદેથી સસ્પેન્ડ થયા બાદ ધડાધડ તેમની સામે એકપછી એક કાનૂની ગાળિયા આવવા લાગ્યા. તેમના પરિવાર સહિતના નામે વસાવી લેવાયેલી કરોડો રૂૂપિયાની બેનામી સંપતિનો પરપોટો ફૂટ્યો. યુનિવર્સિટી રોડ પર બનતી તેમની આલિશાન હવેલી પણ ચાલુ ચણતર કામે સીલ કરી દેવામા આવી.

સસ્પેન્ડેશનના કાર્યકાળમાં એમ.ડી.સાગઠિયાની કાયદાકીય રીતે હાજરી પુરવા સહિતની કામગીરી માટે અવારનવાર તેમના આંટાફેરા જોવા મળ્યા છે દરમિયાન ગઇકાલે એમ.ડી.સાગઠિયા સસ્પેન્ડેશનમાં જ વયમર્યાદાના કારણે નિવૃત થયા છે. જો કે ટીઆરપીકાંડની ક્રાઇમ બ્રાન્ચ અને તેમના સંડોવાયેલા એમ.ડી.સાગઠિયા ઉપર એ.સી.બી.નો ગાળિયો હોય તેમના નિવૃતી પછીના હક્કહિસ્સા, પેન્શન સહિતના લાભ અટકી ગયા છે. સાગઠિયા જેલમાં જશે કે કેમ? હજુ તેની સંભાવના બળવતર છે એ વચ્ચે સાગઠિયાને નિવૃતિ પછીના હક્ક હિસ્સા મળશે કે કેમ? અને મળશે તો ક્યારે મળશે એ પણ હાલની સ્થિતિએ તો કંઇ નક્કી જ નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *