ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બંન્નેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું: નીતિન પટેલ

  ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની…

 

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. હિન્દુઓને ફોસલાવીને ધર્માતરણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણી વસતી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. ખ્રિસ્તી અને મુસ્લિમોને સીધી રીતે જોડવાની જરૂૂર નથી. એક આતંકવાદીઓને પક્ષ ધરે છે. જ્યારે બીજા ફોસલાવી અને પટાવીને ધર્માંતરણ કરાવતા લોકો છે.

મહેસાણા જિલ્લામાં ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ સભામાં તેમણે ધર્માંતરણ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશમાં હિન્દુઓની વસતી ઘટતી જાય છે. આપણાંમાં વિભાજન છે. ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. તેઓ હિન્દુઓનું ધર્માંતરણ કરી રહ્યાં છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓને સીધી રીતે જોડવાની જરૂૂર નથી. એ આખો વિષય અલગ છે.

તેમણે ઉમેર્યું હતું કે, બંનેમાં એક આતંકવાદીઓ અને દેશદ્રોહીઓનો પક્ષ છે. બીજો હિન્દુઓને ફોસલાવી હાથ ફેરવીને ધર્માંતરણ કરાવે છે. બંનેનું લક્ષ્ય એક જ છે હિન્દુઓને ઓછા કરવા. વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. શાળા, હોસ્ટેલ, દવાખાનું આવું બધુ ખોલે છે. અને લોકો તેમનું કામ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *