બોટાદ કોર્ટ દ્વારા પોલીસ પર ગાડી ચડાવી ઇજા પહોંચાડનારને 3 વર્ષની કેદની સજા

ગઢડા પોલીસ પર ઈંગ્લીશ દારૂૂ ભરેલી ફોરવ્હીલ ગાડી ચડાવી દઈ ઈજા પહોંચાડી તથા ફરજ રુકાવટના કેસમાં આરોપી ને 3 વર્ષની કેદની સજા અને રૂૂપિયા 20…

ગઢડા પોલીસ પર ઈંગ્લીશ દારૂૂ ભરેલી ફોરવ્હીલ ગાડી ચડાવી દઈ ઈજા પહોંચાડી તથા ફરજ રુકાવટના કેસમાં આરોપી ને 3 વર્ષની કેદની સજા અને રૂૂપિયા 20 હજાર નો દંડ બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ફટકાર્યો હતો.

તા.15/1/2014 ના રોજ રાત્રીના આઠ કલાકે માંડવધાર જવાના રસ્તે મંદિર પાસે ગઢડા પોલીસ ના પી.એસ.આઈ ટી.એસ રીઝવી તથા પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ગોહિલ, ભુરાભાઈ ચાવડા તેમજ ગોવિદભાઈ ગલચર નાઓ ફરજ પર હાજર હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે અમુક ઇસમો ઈંગ્લીશ દારૂૂ ભરીને સ્કોર્પિયો ગાડી લઈને નીકળી રહ્યા છે. જેથી ગઢડા પોલીસ સ્ટાફ સ્થળ પર વોચમાં રહેલ અને આરોપી નેપાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણ અને અને અન્ય આરોપી ઇસમ ફોરવ્હીલ ગાડી લઇ સ્થળ પરથી નીકળેલ જેથી પી.એસ.આઈ. ટી.એસ રીઝવી તથા સાથેના પોલીસ સ્ટાફ ના માણસો એ ફોરવ્હીલ ગાડી ને રોકવા માટે પ્રયાસો કરેલા પરંતુ ફોરવ્હીલ કાર ના ચાલકે તેની દારૂૂ ભરેલી ફોરવ્હીલ ગાડી પુરપાટ ઝડપે ચલાવી પોલીસ સ્ટાફ ના માણસો ઉપર ચડાવી દીધેલ અને પોલીસ સ્ટાફ ના માણસો ને ઈજા કરેલ.

આ દરમ્યાન પી.એસ.આઈ ટી.એસ. રીઝવી એ સ્વ બચાવ માં તેમની સર્વિસ રિવોલ્વર માંથી એક રાઉન્ડ ફાયર નેપાલસિંહ પર કરેલ. બીજા આરોપી એ ફરી વાર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરેલ જેથી પી.એસ.આઈ ટી.એસ. રીઝવી બીજી વાર ફાયરીંગ કરેલ. અને ફોરવ્હીલ ગાડી ઉભી રહી જતા આરોપી નેપાલસિંહ તથા આરોપી હરિસિંહ ની ધરપકડ કરવામાં આવેલ અને ફોરવ્હીલ ગાડી માંથી ઈંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો મળી આવેલ.

આ અંગેની ફરિયાદ પી.એસ.આઈ ટી.એસ. રીઝવી એ ગઢડા પોલીસમાં આપેલ,ગઢડા પોલીસે ઈ.પી.કો કલમ 307,332,114 મુજબનો ગુન્હો આરોપી નેપાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણ અને આરોપી હરિસિંહ વિરુદ્ધ દાખલ કરેલ. આ અંગેનું ચાર્જશીટ તપાસ કરનાર પોલીસ અધિકારી એ નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ બોટાદમાં રજુ કરેલ.આ કામમાં ફરિયાદ પક્ષે કુલ 18 સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમજ કુલ 56 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને ટ્રાયલ દરમ્યાન એક આરોપી હરિસિંહ અવસાન પામેલ. આરોપી નેપાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણ વિરુધ્ધ ગુન્હો સાબિત થયેલ તેમજ આ કામમાં જીલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણા ની અસરકારક દલીલો તથા રજુઆતો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.જે.પરાસર એ આરોપી નેપાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ઈંઙઈ કલમ 332 ના ગુન્હામાં કસુરવાન ઠરાવી 3 વર્ષ ની કેદની સજા અને રૂૂપિયા 20 હજાર નો દંડ ભરવાનો હુકમ ફરમાવેલ છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *