જામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયત

જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…

જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુટલેગર તરીકે ઓળખાતા અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, રહે. ગાંધીનગર, મચ્છરનગર, શેરી નં. 4, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે, જામનગર વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું ધ્યાનમાં આવતા તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાને મોકલવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ મંજૂર કર્યા બાદ એલસીબીની ટીમે આરોપીની અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ, લાજપોર (સુરત) ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

લાંચ કેસમાં નાયબ ઇજનેર અને આસિ. લાઈનમેનની જામીન અરજી નામંજૂર
જામનગર પંથકના એક આસામીની નવા વીજમીટર તથા લોડ વધારાની માગણી સામે રૂૂ.80 હજાર ની લાંચ માંગનાર નાયબ ઈજનેર તથા આસી. લાઈનમેન ની ધરપકડ કર્યા પછી આ આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના નાની ખાવડી ગામના એક આસામીએ પોતાના ગેસ્ટહાઉસમાં વીજ લોડ વધારવા માટે અને નવા વીજજોડાણ માટે પીજીવીસીએલની શાપર સબ ડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. નવું મીટર લગાવી આપવા માટે નાયબ ઈજનેર ઋષિ ડી. પરમારે રૂૂ..1 લાખ માંગ્યા પછી રૂૂા.80 હજાર નક્કી થયા હતા અને તેની એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.

છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ઋષિ પરમાર વતી પૈસા લેવા આવેલા આસી. લાઈનમેન મનોજ ડુંગારામ પ્રજાપતિની અટકાયત કરી બંને સામે ગુન્હો નોંધ્યો હતો અને બંનેની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. જે અરજી અદાલતે નકારી કાઢી છે. આ કેસમાં સરકાર તરફે વકીલ હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *