મનપાના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નાગરિકો માટે બુકિંગ શરૂ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ)નું નવનિર્માણ થતા યુનિટ-1 (નોન એસી) અને યુનિટ-2 (એસી)નુ તેમજ અવંતિબાઈ લોધી ભવન કોમ્યુનિટી હોલ વિજય…

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ)નું નવનિર્માણ થતા યુનિટ-1 (નોન એસી) અને યુનિટ-2 (એસી)નુ તેમજ અવંતિબાઈ લોધી ભવન કોમ્યુનિટી હોલ વિજય પ્લોટ ખાતે રીનોવેશન કામ પૂર્ણ થતા લોકોના સુખાકારી માટે તા.13/07/2026થી કોમ્યુનિટી હોલનું બુકીંગ ચાલુ કરવામાં આવેલ છે.

આ કોમ્યુનિટી હોલ લગ્ન પ્રસંગ માટે બુકિંગની તારીખથી વધુમાં વધુ 180 દિવસ અગાવ કરી શકાશે. જયારે અન્ય તમામ પ્રસંગો/કાર્યક્રમો માટે બુકિંગની તારીખથી વધુમાં વધુ 90 દિવસ અગાવ કરી શકાશે. કોમ્યુનિટી હોલનું બુકિંગ ઓન-લાઇન www.rmc.gov.in પરથી અથવા રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશનનાં એસ્ટેટ વિભાગ ખાતે રૂૂબરૂૂ આવીને નિયત નમુનાનાં ફોર્મની સંપુર્ણ વિગતો ભરીને એસ્ટેટ શાખા દ્વારા ઓનલાઇન એમ કોઇ પણ રીતે કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *