માલદા-કુચબિહાર-મુર્શિદાબાદમાં ભારે તોફાન; TMCના કાર્યકરો ગુંડાગીરી પર ઉતર્યાનોBJPનો આક્ષેપ; સુરક્ષા તૈયારીઓના લીરેલીરા ઉડયા; EVM બગડતા ચૂંટણી અધિકારીઓની ઘેરાબંધી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન (152 બેઠકો માટે) જગ્યા-જગ્યાએ હિંસા, અથડામણ અને તોફાનની ઘટનાઓ સામે આવી છે. મુર્શિદાબાદ, કોચબિહાર, માલદા અને અન્ય વિસ્તારોમાં TMC કાર્યકર્તાઓ અને વિરોધી પક્ષો વચ્ચે અથડામણ થઈ, જેમાં એક ઉમેદવારની કાર પર હુમલો અને બીજા ઉમેદવારને પીટવામાં આવ્યા હોવાના આરોપ છે.
મુર્શિદાબાદના નાઓડા વિસ્તારમાં AJUP (આમ જનતા ઉન્નયન પાર્ટી)ના અધ્યક્ષ અને રાજનગર ઉમેદવાર હુમાયુન કબીરના કાફલા પર લાકડીઓ અને ઈંટોના હુમલા થયા. TMC કાર્યકર્તાઓ સાથે અથડામણ બાદ હુમાયુન કબીરે પોલીસ સાથે ગરમાગરમ વાતચીત કરી અને ઘટનાની ઊંચા સ્તરે તપાસની માંગ કરી છે.
કોચબિહારના તુફાનગંજમાં મોટી ભીડ એકઠી થતાં તણાવ વધ્યો. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)એ લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી. મતદારોને અસર કરવાના પ્રયાસોના આરોપ પણ લાગ્યા છે.
દક્ષિણ દિનાજપુરના કુમારગંજ વિસ્તારમાં BJP ઉમેદવાર સુબેન્દુ સરકારને TMC સમર્થકો દ્વારા કથિત રીતે લાકડીઓ અને સળિયાથી પીટવામાં આવ્યા. બુથ જેમિંગની માહિતી મળતાં તેઓ તેમની ટીમ સાથે પહોંચ્યા ત્યારે પોલીસની હાજરીમાં જ આ હુમલો થયો હોવાનો આરોપ છે. સુબેન્દુ સરકારે ઝખઈના “ગુન્ડાઓ”ને જવાબદાર ગણાવ્યા છે.
માલદાના મોથાબારી વિસ્તારમાં બાલુઆચારા હાઈસ્કૂલના બુથ પર ઊટખ ખામીને કારણે મતદારોમાં રોષ ફેલાયો. અધિકારીઓના વિલંબથી મતદારોએ અધિકારીને ઘેરી લીધો અને તેની સાથે હાથાપાઈ કરી. હરિશ્ચંદ્રપુરમાં ઝખઈના આંતરિક વિવાદને કારણે પાર્ટીના કેમ્પ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. TMC નેતા સ્વપન અલીએ મંત્રી તજમુલ હુસેન અને કોંગ્રેસ કાર્યકર્તાઓ પર આરોપ મૂક્યો છે. સિલિગુડીમાં પણ TMC અને BJP વચ્ચે ઝઘડો થયો, જેમાં BJP ઉમેદવાર શંકર ઘોષ હાજર હતા. CAPFએ તરત જ હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી.
આસનસોલ ઉત્તરથી TMC ઉમેદવાર મલય ઘટકે આરોપ લગાવ્યો કે મતદાનની પૂર્વ સાંજે ગુજરાતથી ચાર અને મધ્યપ્રદેશથી એક વિશેષ ટ્રેન તેમજ બિહારથી બસો દ્વારા બહારગામના લોકોને લાવવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી અને પુરાવા જમા કર્યા છે.આ હિંસાની ઘટનાઓ વચ્ચે પણ અનેક જગ્યાએ મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી પંચ અને પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા છે, પરંતુ વિરોધી પક્ષોએ TMC પર હિંસા ભડકાવવાના આરોપ લગાવ્યા છે. ઝખઈએ પણ વિરોધીઓ પર બહારગામના ગુન્ડાઓને લાવવાના આરોપો કર્યા છે. આ ઘટનાઓએ પશ્ચિમ બંગાળની ચૂંટણીને વધુ તીવ્ર અને વિવાદાસ્પદ બનાવી દીધી છે. આગામી તબક્કાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
