બોલીવુડના સિતારાઓ જામનગરમાં પહોંચ્યા છે! આજે સવારે જામનગર એરપોર્ટ પર બોલીવુડના જાણીતા અભિનેત્રી સારા અલી ખાન, તેમના ભાઈ ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી અને અન્ય કેટલાક બોલીવુડનો સિતારાઓ જોવા મળ્યા હતા. આ તમામ કલાકારો ખાનગી કારમાં બેસીને નજીકની ખાનગી કંપની તરફ જવા રવાના થયા હતા. જ્યાં તેઓ રાત્રે રોકાણ કરશે.
ત્યારબાદ નાતાલના તહેવારોની રજાની મોજ માણવા ક્રિસમસની ઉજવણી કરવા આવ્યા હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ, રિલાયન્સ રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અને ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે કંપની દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે બોલીવુડના આ તમામ કલાકારો જામનગર પધાર્યા છે.જોકે, આગામી દિવસોમાં વધુ કેટલાક બોલીવુડ કલાકારો પણ જામનગર આવી શકે છે તેવી ચર્ચાઓ છે. જામનગરમાં બોલીવુડનો આવો ધમાકો થતાં શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.