લખતર પાસે બોલેરો પીકઅપમાં આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવ

લખતર-વિરમગામ હાઈવે પર ઓળક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલી બોલેરો પીકઅપમાં આગ લાગી હતી. આ ઘટનામાં બોલેરો અને ડાંગરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.…

લખતર-વિરમગામ હાઈવે પર ઓળક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલી બોલેરો પીકઅપમાં આગ લાગી હતી. આ ઘટનામાં બોલેરો અને ડાંગરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટના આજે બપોરે લખતર તાલુકાના ઓળક ગામ નજીક આવેલા માલિકા ગામના પાટિયા પાસે બની હતી. બોલેરો પીકઅપ રામછાપરીથી ડાંગરના ગઠ્ઠા ભરીને ચોટીલા તરફ જઈ રહી હતી.ઓળક ગામ નજીક પહોંચતા અગમ્ય કારણોસર ડાંગરના ગઠ્ઠામાં આગ લાગી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું અને ડાંગરના ગઠ્ઠા સહિત આખી બોલેરો પીકઅપ આગની લપેટમાં આવી ગઈ.આગ લાગતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ બોલેરો અને તેમાં ભરેલો ડાંગરનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને વાહનમાંથી નીચે ઉતરી જતાં તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા લખતર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *