મોરબીમાં મચ્છુ-03 ડેમના પુલ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યો

મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -03 ડેમના પુલ પરથી ગયકાલે છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ…

મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -03 ડેમના પુલ પરથી ગયકાલે છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે.મળતી માહિતી મુજબ ગુરુવારના રોજ બપોરના 2:30 વાગ્યાની આસપાસ કોઈ કારણસર મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -03 ડેમના પુલ પરથી એક અજાણ્યો યુવકે છલાંગ લગાવી હતી આ ઘટના અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જેહમત બાદ મચ્છુ -03 ડેમમાંથી ફાયર વિભાગે રવજીભાઈ ધીરજલાલ કટારીયા (ઉ.વ.35) નામના યુવકનો મૃતદેહ શોધી કાઢી. હાલ આ ડેડ બોડી પોસ્ટ મોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *