જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે એક માટીના ઢગલા ઉપરથી 30 થી 35 વર્ષની વયના આજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવીછે કે લાલપુર નજીક મોટી ખાવડી ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સુખદેવસિંહ બંનેસંગ સોઢા નામના ટ્રાન્સપોર્ટર યુવાને મેઘપર પોલીસ મથકમાં જાણ કરી હતી, કે ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં મોટી ખાવડી ગામમાં મેલડી માતાના મંદિર ની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં માટીના ઢગલામાં 30 થી 35 વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મૃતદેહ પડ્યો છે.
જે માહિતીના આધારે મેઘપર પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં મૂકી રાખ્યો છે.
