ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ કારખાના પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સ્પેલ કારખાના તરફ જતા વાડી વિસ્તાર તરફ કાચા રસ્તે ટ્રેસા કારખાના દીવાલ પાસે વોકળા પાસેથી અજાણ્યો પુરુષ આશરે 45 થી 50 વર્ષ વાળાનું કોઈ કારણોસર મોત થયું હતું અને મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે મૃતદેહ પીએમ કરાવી મૃતદેહ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે મૃતકના નામની કે સગા સંબંધીની કોઈ ઓળખ થઇ ન હોવાથી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
માહિતી આપવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નંબર 63596 26066 અને તપાસ ચલાવનાર એન એસ મેસવાણીયા મો 99047 13247 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
