મોરબીના મચ્છુ-3 ડેમમાંથી વેપારી આધેડનો મૃતદેહ મળ્યો

શહેરના મચ્છુ 3 ડેમમાંથી 45 વર્ષના વેપારી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પોલીસે બનાવની…

શહેરના મચ્છુ 3 ડેમમાંથી 45 વર્ષના વેપારી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે.

મોરબીના ઘૂટું ગામના રહેવાસી હસમુખભાઈ રાઘવજીભાઈ પરેચા (ઉ.વ.45) નામના આધેડ બે દિવસથી ગુમ થયા હતા ઘરે કોઈને કહ્યા વિના જતા રહ્યા હતા જે આધેડનો આજે આરટીઓ કચેરી નજીક મચ્છુ 3 ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો છે મૃતક મંડપ સર્વિસના ધંધાર્થી હોવાનું જાણવા મળ્યું છે મૃતદેહ કોહવાયેલ હાલતમાં હોવાથી મોરબી સિવિલ બાદ રાજકોટ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ઘટનાસ્થળેથી મૃતકનું બાઈક પણ મળી આવ્યું છે મૃતકે આપઘાત કર્યો છે કે અકસ્માતનો બનાવ છે તે હાલ સ્પષ્ટ નથી બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાની ટીમ વધુ તપાસ ચલાવી છે.

મંદિર ચોરીનો આરોપી 13 વર્ષે ઝડપાયો
ટંકારામાં મંદિર ચોરીના ગુનામાં ઇસમ 13 વર્ષથી નાસતો ફરતો હતો જેને એલસીબી ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાંથી ઝડપી લઈને ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે.

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન ટંકારામાં વર્ષ 2012 માં મંદિર ચોરીના ગુનામાં આરોપી કમલેશ બુચા ડામોર રહે મધ્યપ્રદેશ વાળો હાલ તેના અલીરાજપુર જીલ્લાના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા ટીમ મધ્યપ્રદેશ રવાના કરી હતી જ્યાંથી આરોપી કમલેશ ડામોરને ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *