ટ્રમ્પને ફટકો: હાવર્ડ યુનિ.નું ફંડ રોકવાનો નિર્ણય ઉલ્ટાવતી કોર્ટ

યુએસની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાર્વર્ડ યુનિવર્સિટીને સંશોધન ભંડોળમાં 2.6 બિલિયન કાપવાના નિર્ણયને ઉલટાવ્યો. આ હાર્વર્ડ માટે મોટી જીત છે. ન્યાયાધીશ એલિસન બરોઝે કહ્યું કે…

યુએસની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાર્વર્ડ યુનિવર્સિટીને સંશોધન ભંડોળમાં 2.6 બિલિયન કાપવાના નિર્ણયને ઉલટાવ્યો. આ હાર્વર્ડ માટે મોટી જીત છે. ન્યાયાધીશ એલિસન બરોઝે કહ્યું કે આ કાપ ખોટો હતો અને ફક્ત એટલા માટે કરવામાં આવ્યો કારણ કે હાર્વર્ડે સરકારની કેટલીક માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ટ્રમ્પ સરકારે હાર્વર્ડ પર કેમ્પસમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓને રોકવામાં નિષ્ફળ રહેવા અને ત્યાં ખૂબ ઉદાર વિચારોને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો.

હાર્વર્ડે 14 એપ્રિલના રોજ આ માંગણીઓને નકારી કાઢી હતી, જેના થોડા સમય પછી ટ્રમ્પ વહીવટીતંત્રે સંશોધન ભંડોળમાં 2.2 બિલિયન સ્થગિત કરી દીધા હતા. જજ બરોઝે તેમના 84 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે યહૂદી વિરોધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને સંશોધન ભંડોળ ગેરકાયદેસર રીતે રોકવા માટે બનાવટી વાર્તા બનાવી છે. ન્યાયાધીશે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે સરકારે યહૂદી વિરોધી પ્રવૃત્તિઓના બહાને હાર્વર્ડનું ભંડોળ બંધ કર્યું હતું, જે ખોટું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે કાયદાના નિયમોનું પાલન કર્યું નથી. ન્યાયાધીશે આદેશ આપ્યો હતો કે હાર્વર્ડને આપવામાં આવતા તમામ ભંડોળને પુન:સ્થાપિત કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કોઈ કાપ ન મૂકવામાં આવે, જે હાર્વર્ડના અધિકારોનું ઉલ્લંઘન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *