વિકલાંગતાનું આજીવન પ્રમાણપત્ર કાઢી આપવા, બ્લડની વ્યવસ્થા સહિતના પ્રશ્ર્નો અંગે કલેક્ટરને આવેદન
થેલેસેમિયા બાળકો દ્વારા આજે વિવિધ પ્રશ્નોના લઇ રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેર અને જિલ્લાના 500 થી પણ વધુ થેલેસીમીયા ગ્રસ્ત બાળકોને દર 10 થી 15 દિવસે બ્લડ ચડાવવા સીવીલ હોસ્પિટલએ આવવું પડે છે. જેઓ ગામડાઓ તથા દુર થી આવે છે તેમા બસની મુસાફરી કરે છે, બસની મુસાફરીના પાસ માટે જે વિકલાંગ સર્ટીફીકેટની જરૂૂર પડે છે તે અમને 1 થી 2 વર્ષનું જ આપે છે, પરંતું આ થેલેસેમીયા બિમારી આજીવન રહે છે. આ વિકલાંગતા સર્ટીફીકેટ આજીવનનું કાઢી આપવામા આવે જેથી દર્દીઓને વધારે હેરાન થાવું ન પડે અને સર્ટીફીકેટની પ્રક્રિયા બહુ જ અઘરી હોય દર્દીઓને ખુબ જ હેરાનગતિ થાય છે, દર્દીઓ બહારગામ તથા દુરથી આવતા હોય ફ્રી બસ મુસાફરીનો લાભ મળે અને વિકલાંગતા સર્ટીફીકેટનુ કાયમી ધોરણે નિવારણ આવે તે અંગેની રજૂઆત કરી હતી.
થેલેસેમિયા બાળકોને રોજના ત્રણથી ચાર ઇન્જેક્શનનો આપવામાં આવતા હોય છે જેનો સ્ટોક સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ન આવવાના કારણે ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા માટે મજબૂર બન્યા છે. સિવિલ હોસ્પિટલમા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ હજી સુધી નિરાકરણ આવ્યું નથી અને ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતા નથી તેવી પણ રજૂઆત કલેકટરને કરવામાં આવી હતી.
ગત નેવમ્બર-ડીસેમ્બર- 2024 ના વર્ષમા રકતની ખુબ જ અછત હતી. સીવીલમા દર્દી રકત જમા કરાવ્યા પછી જ રકત મળતું જે થેલેસેમીયા દર્દીને 10-15 દિવસે બ્લડ ચડતું, તે 25 થી 30 દિવસે બ્લડ મળતું. થેલેસેમીયા દર્દીનું 500 થી 100નું વેઈટીંગ લીસ્ટ ત્યારે ચાલતું. હાલમાં રકતદાન કેમ્પો ખુબ જ પ્રમાણમા થાય છે. તેમ છતા પણ દર્દીને સમયસર રકત મળતું નથી. અમુક દર્દીને રકત ન મળતા અમદાવાદ સીવીલ હોસ્પીટલમા રકત માટે જાવું પડે છે. રાજકોટ સીવીલ હોસ્પીટલમા અવાર-નવાર રજુઆત કરતા કોઈ ધ્યાન આપતું નથી. સાથે જ કોઈ દર્દીઓ રક્ત લેવા માટે જાય છે તો તેઓને ચારથી પાંચ કલાક માટે બેસાડી રાખવામાં આવશે. સહિતની અનેક સમસ્યા બાબતેે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
થેલેસેમિયા બાળકોને રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટર દ્વારા આવતા અઠવાડિયા સિવિલના સતાધીશો તેમજ થેલેસેમિયાના બાળકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.