બૂલિયનમાં બ્લેક ફ્રાઇ-ડે: સોનુ સવા અને ચાંદી દોઢ લાખ નીચે

બુલિયન માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મહાકડાકો બોલી ગયો છે. બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે…

બુલિયન માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મહાકડાકો બોલી ગયો છે. બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં માત્ર 5 મિનિટના કારોબારમાં જ 9448 રૂૂપિયાનો એકઝાટકે કડાકો થતાં બજારમાં ખળભળાટ મચી ગયો છે.

આજના કારોબાર દરમિયાન ચાંદી તેના જૂના બંધ ભાવ 157482 સામે ગગડીને 151183 ના સ્તરે ખૂલી હતી, જે આજનો તેનો ઊંચો સ્તર (હાઈ) પણ રહ્યો હતો. ત્યારબાદ ઝડપી ઘટાડા સાથે ચાંદી નીચામાં 148034 ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં એકઝાટકે 5 મિનિટમાં જ 9448 રૂૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. આ કડાકાથી કાલથી શરૂ થતી લગ્નસરાની સિઝનમાં ઘરેણાની ડિમાન્ડ જોતા થોડી રાહત મળશે.

પરંતુ સોના-ચાંદીમાં રોકાણ કરનારા ઇન્વેસ્ટરો માટે હાલ દરેક દિવસ કપરો સાબીત થઇ રહ્યો છે. જે રીતે ચાંદી તુટી રહી છે તે જોઇને લાગી રહ્યું છે કે 1980ના વર્ષ જેવી મહામંદી આવશે. વર્ષ 1980નાં માર્ચ મહીનામાં ચાંદીમાં એક જ દિવસમાં 80 ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. તે સમયે ચાંદી 50 ડોલર પ્રતી સેન્ટથી તુટીને 9 સેન્ટ પ્રતી ડોલર પર ટ્રેડ થઇ હતી. આ કારણે હજી પણ સિલ્વર થર્સ-ડે તરીકે પણ યાદ કરે છે.

બીજી તરફ, સોનામાં પણ સવારથી જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું તેના જૂના બંધ ભાવ 127452 સામે ઘટીને 123629 ના નવા ઓપન ભાવે ખૂલ્યું હતું, જે આજનો હાઈ પણ રહ્યો હતો. ત્યારબાદ ભાવ વધુ તૂટીને નીચામાં 121544 ના સ્તરે પહોંચ્યા હતા. આમ, બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે.

યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો, મજબૂત ડોલર, બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને અઈં શેરોમાં વેચવાલી જેવા કારણોસર આ ઘટાડો જોવા મળ્યો છે. આગામી સમયમાં પણ ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.
શુક્રવારે ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો. 24 કેરેટ 10 ગ્રામ સોનું 6,000 રૂૂપિયા સસ્તું થઈ 1.21 લાખ રૂૂપિયા પર પહોંચ્યું, જ્યારે ચાંદી 10,000 રૂૂપિયાથી વધુ ઘટીને 1,46,868 રૂૂપિયા પ્રતિ કિલો થઈ. વૈશ્વિક સંકેતો, અમેરિકન ફેડના કડક વલણ અને મજબૂત ડોલરને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સિઝનમાં ઘરેણાં ખરીદનારાઓને મોટી રાહત મળી છે.

શુક્રવારે વૈશ્વિક સંકેતો અને અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે. ચાંદી 10 હજાર રૂૂપિયાથી વધુ સસ્તી થઈને 1,46,868 રૂૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જેમાં 7 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. થોડા અઠવાડિયા પહેલાં કોઈએ ધાર્યું નહોતું કે ચાંદી 1.50 લાખ રૂૂપિયાથી નીચે સરકી જશે, જ્યારે જાન્યુઆરીમાં ચાંદી 4.21 લાખ રૂૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી, જેની સરખામણીમાં તે 2.75 લાખ રૂૂપિયા કિલો સસ્તી થઈ છે.

બીજી તરફ સોનામાં પણ 5 ટકાનો મોટો ઘટાડો થયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1.21 લાખ રૂૂપિયા સુધી આવી ગયો છે અને આજે તેમાં 6 હજાર રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં સોનાનો ભાવ 1.91 લાખ રૂૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચાઈએ પહોંચ્યો હતો, જ્યાંથી તે અંદાજે 70 હજાર રૂૂપિયા સસ્તું થયું છે.

 

શેર બજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 1000 અંકના વધારા સાથે 84000ને પાર
એક બાજુ સોના ચાંદીમાં કડાકા બોલી રહ્યા છે તો બીજી બાજુ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિના થી શેરબજારે જે ગતિ પકડી છે તે રોકાવાનું નામ નથી લેતી .આજે પણ સેન્સેક્સમાં 1000 પોઈન્ટ નો ઉછાળો આવતા સેન્સેક્સ 84 હજારને પાર થઈ ગયો હતો જ્યારે નિફ્ટી પણ ₹25,800 નું લેવલ ક્રોસ કરીને આગળ વધી રહી છે. મહત્વનું પરિબળ બેંક નિફ્ટી જોવા મળી રહી છે. આજે બેંક નિફ્ટીમાં 1600 પોઇન્ટનો મોટો વધારો જોવા મળતા શેરબજારને નવી ગતિ મળી છે. સરકારી તેમજ પ્રાઇવેટ બેંકો માં જોરદાર ખરીદીના પગલે બેંક નિફ્ટી પણ આજે 64610 પર આવી ગઈ છે. જે અત્યાર સુધીનો સૌથી ઉચ્ચતમ આંક જોવા મળી રહ્યો છે. નિફ્ટી 50 સ્ટોકમાંથી 40 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બેન્કિંગ શેર ઉપરાંત રોયલ્ટી તેમજ ફાઇનાન્સ કંપનીના શહેરોમાં પણ તગડો વધારો થયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *