સૌરાષ્ટ્રની પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનો વિજય વાવટો

તમામ સાત મહાપાલિકાઓમાં ફરી બહુમતી, 32માંથી 30 નગર પાલિકામાં પણ શાસન તરફ આગેકૂચ તમામ 12 જિલ્લા પંચાયત અને 88માંથી 85 તાલુકા પંચાયતોમાં ફરી કમળ ખીલે…

તમામ સાત મહાપાલિકાઓમાં ફરી બહુમતી, 32માંથી 30 નગર પાલિકામાં પણ શાસન તરફ આગેકૂચ

તમામ 12 જિલ્લા પંચાયત અને 88માંથી 85 તાલુકા પંચાયતોમાં ફરી કમળ ખીલે તેવો ટ્રેન્ડ, ભૂજમાં ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી, અમુક બેઠકોમાં સાવરણો ચાલ્યો

સૌરાષ્ટ્રની સાત મહાનગર પાલિકા, 12 જિલ્લા પંચાયતો તથા 32 નગરપાલિકા અને 88 તાલુકા પંચાયતોની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે તમામ મહાનગરપાલિકા, 30થી વધુ નગરપાલિકાઓ અને 80થી વધુ તાલુકા પંચાયતોનાં પ્રારંભીક ટ્રેન્ડમાં ભાજપને મતદારોએ વિજયની વરમાળા પહેરાવી હોય તેવું જણાય છે. જો કે, કોંગ્રેસને અમુક બેઠકોનો ફાયદો થયો છે તો તાલુકા પંચાયતોની કેટલીક બેઠકો ઉપર આમઆદમી પાર્ટીએ ખાતુ ખોલાવ્યું છે. જયારે અસદુદીન ઓવૈસીની પાર્ટી એઆઇ એમ આઇ એમને ભુજ નગરપાલિકામાં 3 બેઠકો મળતા આ પાર્ટીની કચ્છમાં એન્ટ્રી થઇ છે.

રાજકોટ જિલ્લાની વાત લઇએ તો રાજકોટ મહાનગર પાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત તેમજ ગોંડલ નગરપાલિકામાં ફરી ભાજપને તોતીંગ બહુમતી મળી રહી છે તો તાલુકા પંચાયતોમાં પણ ફરી ભાજપ શાસન આવી છે. તાલુકા પંચાયતોની અમુક બેઠકો ઉપર આમ આદમી પાર્ટી વિજેતા બની છે.
આવી જ રીતે જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ અને પોરબંદર મહાનગર પાલિકાઓમાં ફરી ભાજપે શાસન કબજે કર્યું છે.

ઉના
ઉના નગરપાલિકાની 36માંથી 8 બેઠકો ભાજપને બિનહરીફ મળ્યા બાદ બાકીની 24 બેઠકો પણ ભાજપે જીતી લઇ ’આપ’ તથા કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. જયારે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર પણ ભાજપ વિજય તરફ કુચ કરી રહેલ છે.

વેરાવળ
વેરાવળ પાટણ નગરપાલીકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપની એક બેઠક મતદાન પૂર્વે બિનહરીફ થતા 43 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતારેલ હતા. જેમાં મતગણતરી બાદ જાહેર થયેલા પરીણામમાં વોર્ડ નં.1 માં ભાજપની પેનલ જયારે વોર્ડ નં.2 માં કોગ્રેસ ની પેનલ વિજેતા જાહેર થયેલ છે. વોર્ડ નં. 2 માં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નો પરાજય થયેલ છે.વિજેતા થયેલા માં વોર્ડ નં. 1 માં બીનહરીફ પ્રહલાદભાઇ શામળા, વિજેતા હેમીબેન પ્રેમજીભાઇ જેઠવા, રિધ્ધીબેન રમેશભાઈ ભુપ્તા, જીતેન્દ્ર વિરેન્દ્રભાઈ ઉપાધ્યાય તથા વોર્ડ નં. 2 માં કોગ્રેસના રીઝવાના બેન હસન ભાદરકા, આયસાબેન ઇબ્રાહીમભાઇ મલંગ, આહમદ હુસેનભાઇ ભાદરકા, બસીર કાસમ ગોહેલ વિજેતા જાહેર થયેલ છે.
આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લા પંચાયત ની આદ્રી બેઠક ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા ના પુત્ર નરેન્દ્રભાઇ જોટવા ના ધર્મપત્ની નયનાબેન વિજેતા જાહેર થયેલ છે.

ભાવનગરમાં ભાજપના ઉમેદવારો આગળ
ભાવનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ની મતગણતરી આજે સવારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂૂ થઈ હતી.13 વોર્ડની 52 બેઠકો ઉમેદવારો માટે પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરાઈ હતી. મત ગણતરીને કારણે ભાજપ ,કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં મત ગણતરી કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા ની વોર્ડ નંબર એક ચિત્રા ફુલસર માં ભાજપના ઉમેદવારો ઉપેન્દ્રસિંહ ચુડાસમા, હીરાબેન કુકડીયા, નિરલ બેન સિધ્ધપુરા અને સંજયભાઈ રાઠોડ વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસના નીતાબેન ચૌહાણ, મનિષાબેન ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, પ્રવીણભાઈ ડોંડાની હાર થઈ છે. મહાનગરપાલિકાના અન્ય વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો આગળ છે.

લોધિકાની ચીભડા-ચાંદલી અને આટકોટ તાલુકા પંચાયતની બેઠકો ‘આપ’ના ફાળે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી શરૂૂ થઈ ચૂકી છે અને રિઝલ્ટ પણ તુર્તમાં જાહેર થઈ થઈ જશે તેવી પણ ધારણા છે. ત્યારે મહાનગરપાલિકા મા ભાજપ એ જીત અંકે કરી છે પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો અહીં ભાજપ માટે જીતવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે લોધિકા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો અહીંની ચીભડા અને ચાંદલી બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી દીધી છે. મળતી માહિતી મુજબ લોધીકા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્યું છે. ભાજપનો ગઢ ગણાતી ચાંદલીની બેઠકમાં આમ આદમી પાર્ટીના રમાબેન બગડા 6 મતે વિજય થયા જ્યારે બીજી સીટ ચીભડાની વાત કરવામાં આવે તો અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર 574 મતે વિજય થયા છે. આટકોટ તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીના મંજુલાબેન વાસાણી 7 મતે જીતી ગયા છે. રાજકોટ તાલુકામાં આણંદપર 1 અને 2માં જીત અંગે કરી છે તો બામણબોર તાલુકા પંચાયત પણ ભાજપના ફાળે આવી છે. જામકંડોરણા તાલુકાની બરડીયા બેઠક ઉપર પણ ભાજપનો 586 મતથી વિજય થયો છે. ટીંબડી તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપનો 825 મતે વિજય થયો છે. બોરડી સમઢીયાળા તાલુકા પંચાયતમાં ભાજપની જીત તો મોટા ભાદરા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. ચાંપરાજપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી છે. રાજકોટ તાલુકાની બેડી બેઠક ઉપર પણ ભાજપનો 1875 મતે વિજય થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *