પાલિકા-પંચાયતોના સુકાનીઓ નક્કી કરવા કાલથી ભાજપની સેન્સ પ્રક્રિયા

ત્રણ દિવસ નિરિક્ષકો શહેર-જિલ્લાઓનો કરશે પ્રવાસ, નામો અંગે સસ્પેન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને મહત્તમ બેઠકો ભાજપે અંકે કરી લીધી છે. ક્યારે…

ત્રણ દિવસ નિરિક્ષકો શહેર-જિલ્લાઓનો કરશે પ્રવાસ, નામો અંગે સસ્પેન્સ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને મહત્તમ બેઠકો ભાજપે અંકે કરી લીધી છે. ક્યારે હવે ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો- પ્રમુખો અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિતના વિવિધ પદ માટેની જાહેરાત કરવામાં આવશે જે માટે અત્યારથી જ હાલ કમલમ ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ 3 તારીખ સુધીમાં શહેર જિલ્લા તથા નગરપાલિકાના જિલ્લા પંચાયત ના પ્રમુખો ને પસંદ કરી લેવામાં આવશે જે માટે આવતીકાલથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

પ્રથમ તબક્કામાં તાલુકા અને નગર પંચાયતોના પ્રમુખો માટેની ભાજપના નિરીક્ષકો સેન્સ લેશે તો બીજા તબક્કામાં મહાનગરપાલિકાને જિલ્લા પંચાયતના મેયર અને પ્રમુખોની સેન્સ લેવામાં આવશે. હાલ કયા વિસ્તારમાં અને કયા ઝોનમાં કોણ નિરીક્ષક આવશે તે અંગે હજી સુધી પ્રદેશ ભાજપમાંથી સસ્પેન્સ યથાવત રાખવામાં આવ્યું છે માત્ર શહેરને જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓને જ નિરીક્ષકો કોણ છે તેના નામ આપવામાં આવ્યા છે. હાલ તમામ જ્ઞાતિ સમીકરણો અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ હાલ નારાજ સમાજને શાંત કરવા માટે મેયર તથા ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિત જિલ્લા પંચાયતના પ્રમુખોની પસંદગી તે આધારે જ કરવામાં આવે તેવું હાલ ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. જેથી આગામી વિધાનસભા ચૂંટણીમાં એની કોઈ વિપરીત અસર ન પહોંચે.

છેલ્લા ત્રણ વર્ષથી ભાજપ દ્વારા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ટોચના હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા લેવાનું શરૂૂ કર્યું હતું અને તે પરંપરા પણ ભાજપ આ વખતે જાળવી રાખશે. અગાઉની સ્થિતિએ પદાધિકારીઓને નિમણૂકમાં અનેકવિધ પ્રશ્નો ઊભા થતા હતા ત્યારે લોકશાહી ઢબે મહાનગરો તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે તે માટે ત્રણ સભ્યોના નિરીક્ષકોની ટીમ સેન્સ લેવા આવશે. હાલ પ્રથમ અઢી વર્ષ માટેની ટીમ નક્કી કરવામાં આવશે જેનો ઉપયોગ આગામી વિધાનસભાની 2027ની ચૂંટણી માટે કરવામાં આવશે.

હાલ આવનારી 2027ની વિધાનસભા ચૂંટણી માટે આ વખતે જે પદાધિકારીઓ નક્કી કરવામાં આવશે અને જેનું નામનું મેન્ડેડ આવશે તેના ઉપર આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મોટી જવાબદારી આપવામાં આવશે. ત્યારે હાલ વિવિધ મહાનગરોમાં આ વખતે જે સમાજોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. તે મુદ્દાને આ વખતે શાંત પાડવા માટે પ્રદેશ ભાજપ પાસે ખૂબ મોટી તક છે. મુખ્યત્વે પ્રદેશ ભાજપથી આવતા નિરીક્ષકો માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ નક્કી કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે અને દરેક પરિબળો અને પાસાઓ નક્કી કરવા પડશે.

ગુજરાતમાં આ વખતે ભારે વિવાદ નો વંટોળ જોવા મળ્યો પરંતુ તેમાં પણ રાજકોટ મહાનગરમાં સ્થિતિ વણસી હતી છતાં જે રીતે જુના જોગીઓએ ડેમેજ ક્ધટ્રોલ કર્યો તે બાદ હવે પ્રદેશ ભાજપ સંગઠનના જીવમાં જીવ આવ્યો છે ત્યારે હવે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે તેમાં પણ અત્યંત ગંભીરતાપૂર્વક નામો પર વિચારવી મળશે કર્યા બાદ અને આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ નામો નક્કી કરાશે. હાલ કોણ નિરીક્ષકો ક્યા આવવાના છે તે અંગે હજુ પણ પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા સસ્પેન્સી યથાવત રાખવામાં આવ્યું છે માત્ર શહેર, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓને જ નામની ખબર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તા.4થી6 મે દરમિયાન પાાર્લમેન્ટરી બોર્ડની બેઠક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભવ્ય વિજયબાદ હવે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પાલિકા મહાપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોના નવણા સુકાનીઓ માટે સેન્સ લેવા તા.1 થી 3 દરમિયાન નિરિક્ષકો મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે તા.4 થી 6 મે દરમિયાન ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી શકે છે. આ બેઠકમાં રાજ્યમાં જે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો વિજય થયો છે તેના સુકાનીઓ અંગે નિર્ણય લેવામાં આવનાર છે અને ત્યારબાદ સામાન્ય સભાઓમાં સીધા જ કવર ખોલી નામો જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *